સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

સૌરાષ્ટ્ર કેમીકલ્સ લી.ના કામદારના કેસમાં લેબર કોર્ટના હુકમને કાયમ રાખતી હાઇકોર્ટ

રાજકોટ તા.૮ : પોરબંદરના રહીશ  અરવિંદ મોતીવારસ, વનરાજસિંહ તથા સુલતાનખાન કે જેઓ પોરબંદરના રહીશ છે અને તેઓ સને ૧૯૭૪થી ૧૯૮૬ સુધી સૌરાષ્ટ્ર કેમીકલ લીમીટેડમાં કામદાર તરીકે કામ કરતા હતા. ખલાસી હેલ્પર તરીકે કામગીરી કરતા હતા અને તેઓને સૌરાષ્ટ્ર કેમીકલે /ર૦૦૧ની સાલમાં નોટીસ આપ્યા વિના ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કાઢી મુકેલ અને કોઇ જાતનંુ વળતર પણ આપેલ ન હતુ. આથી ઉપરોકત કામદારોએ જુનાગઢ લેબર કોર્ટમાં જે તે વખતે ર૦૦૧ની સાલમાં નોકરીમાં પુનઃ સ્થાપીત કરવા માટે અને કાયમી નોકરીમાં લેવા માટે સૌરાષ્ટ્ર કેમીકલ લી. કુતીયાણા સામે મઝદુર યુનીનય મારફત કેસ દાખલ કરેલો.
ઉપરોકત કેસમાં લેબર કોર્ટે જુનાગઢ લેબર કેસ દાખલ કરેલો તેમાં જુનાગઢ લેબર કોર્ટ ર૦૦૬ની સાલમાં ચુકાદો આપતા કામદારોને નોકરીમાં વય મર્યાદાના કારણે લીધેલ ન હતા. પરંતુ તેઓને કરેલ સર્વિસની ગણતરી મુજબ લમસમ રકમ આપવાનો હુકમ લેબર કોર્ટે જુનાગઢે ર૦૦૬ની સાલમાં કરેલો.
ઉપરોકત હુકમને સૌરાષ્ટ્ર કેમીકલ લીમીટેડ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન  દાખલ કરેલ અને લેબર કોર્ટનો હુકમ ગેરકાયદેસર, ગેર બંધારણીય કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૃધ્ધ લેબર કાયદાની જોગવાઇ વિરૃધ્ધ હોઇ રદ કરવા કેસ દાખલ કરેલ હતો.
ઉપરોકત ત્રણેટ રીટ પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થતા જે તે વખતે હાઇકોર્ટના ન્યાયમુર્તિશ્રી કે.એસ. ઝવેરી એેવોર્ડના (હુકમના) રપ ટકા રકમ સૌરાષ્ટ્ર કેમીકલ જમા કરે, ગુજરાત હાઇકોર્ટ શરતી સ્ટે. આપેલ. ત્યારબાદ ઉપરોકત ત્રણેય રીટ પીટીશન આખરી સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવતા હાઇકોર્ટના ન્યાયમુર્તિશ્રી એ.વાય.કોગઝેએ અરજદાર તેમજ કામદારના વકીલશ્રીઓને સાંભળીને અને લેબર કોર્ટના ગુજરાત હાઇકોર્ટના તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ તેવું ઠરાવેલ કે જુનાગઢ લેબર કોર્ટ લમસમ રકમ આપવાની જે ચુકાદો આપેલ છે તે બરાબર છે અને તેમાં હસ્તક્ષેપ કરવાપાત્ર નથી.
આટલા વર્ષની નોકરી કામદારોએ કરેલ છે તે ધ્યાને લઇ તેમજ કામદારોની સુપરએઇજ ઉમરને ધ્યાને લઇને એવોર્ડની રકમ ઉપરાંત ૬ ટકા વધારાના વ્યાજ સાથે કંપની કામદારોને ૬ અઠવાડીયાની અંદર ઉપરોકત રકમ ચુકવી આપે તેવો હુકમ કરેલ અને કંપનીની ત્રણેય રીટ પીટીશન કાઢી નાખેલ છે અને કામદારોને તરફેણમાં હુકમ કાયમ રાખેલ. આ કામે કામદારો વતી રજુઆત કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના રાજકોટના એડવોકેટ હરેશ એચ.પટેલ, જય હરેશ પટેલ, એન. જે. શાહ, જે.એમ. બારોટ રોકાયેલ હતા.

 

(1:14 pm IST)