સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોરબીના રંગપર ગામે દાઝી ગયેલા ૨ વર્ષના બાળકનું મોત : માતા સારવારમાં

પાનેલી ગામે ૪ વર્ષના બાળકનું બેભાન થઇ ગયા બાદ મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૮ : મોરબીના રંગપર ગામે સિમેન્ટના ગળદા બનાવવાના પ્લાન્ટમાં માટીના ઢગલામાં ૨ વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું હતું, જેને પગલે તેની માતા તેને બચાવવા જતા બન્ને આકસ્મિક રીતે દાઝી ગયા હતા. જયાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર પરિણીતાના પતિ અરવિંદભાઈ ગણાવાના જણાવ્યા અનુસાર તા- ૩૧/૦૭/૨૦૨૨ ના રોજ રંગપર ગામની સીમ ગાયત્રી ગળદા પ્લાંટ વિરાટનગર સવારના અગિયારેક વાગ્યાની આસપાસ કારખાનાના ગ્રાઉન્ડમાં ટ્રક વાળાએ ગરમ માટીનો ઢગલો કરતા જે ગ્રાઉન્ડમાં ફેલાતા અને બે વર્ષનો પુત્ર વિશાલ રમતા રમતા ગરમ માટીમાં જતા અને ગરમ માટીમાં પડી જતા તેને બચાવા તેમની ૨૨ વર્ષીય માતા ભુરીબેન દોડતા બને અકસ્માતે દાઝી ગયા હતા. જેને પગલે પતિ અને પરિવારજનો દ્વારા પ્રથમ તેને મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાંથી બંનેને જામનગર ખાતેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાપરંતુ વધુ સારવારની જરૃર હોય જેથી માતા પુત્રને દાહોદની કે.કે.સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ માતા સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પરિણીતાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા હાલ પરિણીતા સગર્ભા હોવાથી તેની સ્થિતિ વધુ ગંભીર છે. જયારે બાળકના મોતથી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે.ઙ્ગઙ્ગ

તેમજ મોરબીના પાનેલી ગામે ૪ વર્ષનું પોતાના ઘરે બાળક અર્ધ બેભાન થઈ ગયું હતું. જેથી પરિવારજનો દ્વારા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું. જયાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર થયું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)