સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

જામનગરના મોટા વડાળામાં દોઢ, ખરેડી, ભ.ભેરાજામાં - નિકાવા - મોટા પાંચ દેવડામાં ૧ ઇંચ વરસાદ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૮ : જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં કાલાવડના મોટાવડાળામાં દોઢ ઇંચ, ખરેડી, ભ.ભેરાજા નિકાવામાં એક ઇંચ વરસાદ વરસ્‍યો છે.

જયારે  વસઇ, લાખાબાવડ, ફલ્લા દરેડ, લતીપુર, જાલીયા દેવાણી, ધુનડા, ધ્રાફા, પરડવા, નડાણા, ભણગોર, મોટા ખડવા, ડબાસંગમાં ઝાપટાથી માંડીને પોણો ઇંંચ વરસાદ પડયો છે. 

(1:06 pm IST)