સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

અમરેલીમાં ઘરફોડી કરનાર ઝડપાયો

અમરેલી, તા., ૮: અમરેલી ગજેરાપરા પ્રવિણભાઇ બાબુભાઇ હિરપરાના મકાનમાં રહેતા કલ્‍પેશભાઇ વિનોદભાઇ દેસાઇ ઉ.વ.૩પ ધંધો મોટર રીવાઇડીંગ મુળ રહે. ધરાળા તા. ગોંડલના મકાનમાં કોઇ અજાણ્‍યા ચોર ઇસમ ગે.કા. રીતે પ્રવેશ કરી બેડના ખાનામાં સુટકેશ અંદર રાખેલ સોના ચાંદીના દાગીના જેવી કુલ કિંમત આશરે ૧,પ૮,૦૦૦ રૂા.ના મુદામાલની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે કલ્‍પેશભાઇ વિનોદભાઇ દેસાઇ ફરીયાદ આપતા અમરેલી સીટી પો.સ્‍ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩રર૦૭૩૭/ ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો અજાણ્‍યા ચોર ઇસમ વિરૂધ્‍ધ રજી. થયેલ.

તપાસ દરમિયાન અમરેલી બસ સ્‍ટેશન પાસેથી એકઇસમને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ તે પૈકીનો મુદામાલ મળી આવતા પકડાયેલ. ઘનશ્‍યામ પ્રવિણભાઇ હિરપરા, ઉ.વ.ર૯ રહે. અમરેલી, ગજેરાપરા, સાવરકુંડલા રોડ શેરી ન ં. ૧ ને સોંપી આપેલ છે.

સોનાના પેન્‍ડલ નંગ-ર વજન આશરે ર,૭૮૦ ગ્રામ આશરે કિ.રૂા.૧૩,૩૪૪ તથા સોનાનો પટ્ટી ચેઇન નંગ-૧ વજન આશરે ૯.ર૭૦ ગ્રામ આશરે કિ. રૂા. ૪૪,૪૯૬ તથા સોનાનો લેડીઝ ચેઇન નંગ-૧ વજન આશરે ૧૨.૭૫૦ ગ્રામ આશરે કિ. રૂા. ૬૧,ર૦૦ તથા સોનાની હીરા વાળી વિટી નંગ-૧ વજન આશરે ૪.૮પ૦ ગ્રામ આશરે કિ. રૂા. ર૩,ર૮૦ તથા સોનાની ટોપા વિટી નંગ-૪ વજન આશરે પ.૩ર૦ ગ્રામ આશરે કિ.રૂા. રપ,પ૩૬ તથા સોનાની નાકની ચુક નંગ-પ વજન આશરે ૦.૬૭૦ ગ્રામ આશરે કિ.રૂા. ૩,ર૧૬ તથા ચાંદીના છડા જોડ નંગ-૧ વજન આશરે ૧૮૫ ગ્રામ આશરે કિ. રૂા. ૧૦,૭૩૦ મળી કુલ કિં. રૂા. ૧,૮૧,૮ર૦નો મુદામાલ કબ્‍જે કરાયો છે. અમરેલી એલસીબી ઇન્‍ચાર્જ ઇન્‍સ. આર.કે.કરમટા તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:59 pm IST)