સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

વાંકાનેર પાલિકા સુપરસીડ થતા ફટાકડા ફોડયા

વાંકાનેરઃ પાલિકા સુપરસીડ થતા ફટાકડા ફોડીને મિઠાઇનું વિતરણ કરાયું હતું.પુલદરવાજા-મારર્કેટ ચોક સામે આવેલી ખંઢેર નગરપાલિકાના ચોક પાસે, પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ ઠાકરાણી, મહેન્‍દ્રસિંહ ઝાલા, રાજેન્‍દ્રસિંહ ઝાલા, રાજભા ઝાલા, અમુભાઇ ઠાકરાણી, ઝાકીરભાઇ બ્‍લોચ, સાથે તમામ વોર્ડના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, મીઠાઇ વ્‍હેચી ખુશી વ્‍યકત કરાય હતી. આ કાર્યક્રમમાં મોટાભાગના કાર્યકરો ભાજપના હતા તેઓએ હાજર રહી ‘ભારત માતા કી જય'ના સુત્રોચ્‍ચાર કર્યા હતા. મોરબી-વાંકાનેરના સોશ્‍યલ મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : મહમદ રાઠોડ-વાંકાનેર)

(11:58 am IST)