કોડીનારમાં દિવ્યાંગ બાળકોની સંસ્થામાં બેંક ઓફ બરોડા દ્વારા આરો સિસ્ટમ ભેટ
કોડીનાર : જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ(દિવ્યાંગ બાળકોની સંસ્થા)માં બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રુપે બેંક ઓફ બરોડા દેવળી (છારા ઝાપા) શાખા, કોડીનાર દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાર્થે શુદ્ધ પીવાના પાણી માટે આરો સિસ્ટમ ભેટ આપવામાં આવ્યો હતો. આ તકે બેંક ઓફ બરોડા દેવળી (છારા ઝાપા) શાખાના બ્રાન્ચ મેનેજર લોકેશકુમાર મલીક તથા શાખાના કર્મચારી ઇલાબેન વાઢેર, એનાથ જય, ઉપલભાઇ મુખોપાધ્યાય, ગૌરવભાઇ ડાગર, નિખિલભાઇ ચૌહાણ, નવનીતભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ, દીપકભાઈ, હિતેશભાઈ, મહેશભાઈ વિગેરે સાથે જીવનદીપ સંસ્થામાં ઉપસ્થિત રહી. સંસ્થાના મંત્રી આરીફભાઇ ચાવડાની હાજરીમાં બાળકો માટેના આરો સિસ્ટમને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ તકે બેંક મેનેજર લોકેશ કુમાર મલીક તથા કર્મચારીગણ સંસ્થાની વિવિધ પ્રવળતિઓ વિશે જાણકારી મેળવી સંસ્થાની કામગીરીની પ્રસંશા કરી હતી તથા ભવિષ્યમાં પણ સમયાંતરે જરૂરી મદદ કરવા જણાવ્યું હતું. કાર્યર્ક્મને સફળ બનાવવા રાકેશભાઈ બેરડીયા, તનવીરભાઈ ચાવડા, રોશનીબેન મોરી, એકતાબેંન જાદવ, ભાવનાબેન રાઠોડ,અમીતાબેન ચાવડાએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ : અશોક પાઠક કોડીનાર)