સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

શ્રાવણે શિવદર્શન

સેવા સ્‍મરણથી લોકપ્રિય દેણવાનું સ્‍વયંભુ કુંતેશ્‍વર મહાદેવ મંદિર

શીવ એ જ્ઞાનના દેવ છે. તેમના મસ્‍તકમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહે છે. કૈલાસ પર્વત પર બિરાજમાન શિવજી આપણને સમજાવે છે કે કલ્‍યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઉંચાઇએ પહોંચવુ જોઇએ. કઠિન સાધના સિવાય શિવત્‍વ સાંપડતું નથી. ભગવાન શિવજીના હાથમાં રહેલુ ત્રિશુળ સજ્જનોને આશ્‍વત અને દુર્જનોને ભયગ્રસ્‍ત બનાવે છે. સજ્જનોની રક્ષા માટે શિવ સદા જાગૃત છે. તેમજ દુર્જનોને હણવાને માટે તેઓ સદા કટિબધ્‍ધ છે. શિવજી ભોળા નથી પણ ભોળાનાથ છે. સાદાઇ ભોળાનાથનો શણગાાર છે. તેઓ વિભુતીને વૈભવ સમજે છે. જગતની રક્ષા કાજે જેમણે હસતે મુદે વિષપાન કર્યુ તેવા કલ્‍યાણ અને જ્ઞાનના મુર્તિમંત આકાર સ્‍વરૂપ ભગવાન શીવજી, શીવના શરીર સાથે સંબંધીત ગંગા, ચંદ્ર, ત્રીજી આંખ, નાગ, ભસ્‍મ, રૂદ્રા અને વ્‍યાઘાંબર વગેરેના ભાવાર્થ મનુષ્‍યને વિવિધ રીતે કલ્‍યાણનો માર્ગ બતાવે છે. મહાતપસ્‍વી ક્રોધી, ભોળો , ભુતોનો સ્‍વામી, વિશ્‍વની ઉત્‍પતી કરનારા નટરાજ જેવા શિવના રૂપો પ્રસંગોપાત તેની લીલાના દર્શન કરાવે છે.
ભરૂચ જિલ્લાના આર્મોદ તાલુકાના દેણવા ગામે સ્‍વયંભુ કુંતેશ્‍વર મહાદેવ મંદિર - વિશ્‍વા મૈત્રી નદીનું સંયમ સ્‍થાન વિખ્‍યાત સ્‍થળ છે. આ માનવ માત્રની સેવાકીય પ્રવૃત્તિઓથી મધમધતા સ્‍થાનની પ્રચીન દંતકથા એવી મળે છે કે દરીયા દેવ શીવલીંગને સ્‍પર્શ કરતાં અહીં કેટલાય પ્રાચીન અવશેષો પણ મળતા રહે છે. આ સંપુર્ણ વિસ્‍તાર દારાપાટ છે. પરંતુ દેવાધીદેવ મહાદેવની પૂર્ણ કૃપાથી કુંતેશ્‍વર મહાદેવ મંદિરના પરીસરમાં ટોપરા જેવું મીઠું પાણી આવે છે. વાત એટલેથી જ અટકતી નથી આ પાણી પીવાથી અનેક શ્રધ્‍ધાળુઓના આજે પણ જટીલ રોગ દૂર થવાના રોજ દાખલા નોંધાય છે.  
દેણવા (ભરૂચ)માં કુંતેશ્વર મહાદેવ મંદિર ખાતે અવિરતપણે જનસેવાની પ્રવૃતિઓ ધમધમે છે. પ.પૂ. મહંતશ્રી ૧૦૮ લક્ષ્મણદાસબાપુ (સદ્દગુરૂ શ્રી રામચંદ્રદાસજી બાપુ) પાસે આવનાર કોઇપણ વ્‍યકિત નિરાશ થઇને પાછો જતો નથી. આ અંગે મંદિરમાં બહારગામથી આવીને રહેતા કેટલાય સાધુ સંતોને પુછતા તેમણે સુંદર જવાબ આપેલો કે દેણવાના કુંતેશ્વર મહાદેવ મંદિરનો સમગ્ર  ભારતભરના સાધુઅસંતો અભ્‍યાગતોનું પિયર છે. દરેકને મીઠો આવકાર મળે છે. સાથોસાથ દરેકને બે હાથ જોડી અન્‍નપુર્ણા શાળામાં મહાપ્રસાદ લેવા. પૂ. બાપુ વિનંતી કરે છે. આશ્રમમાં વિવિધલક્ષી રોગ નિદાન કેમ્‍પો, મહાશિવરાત્રી, ગુરૂપૂર્ણીમાં, પ્રતિવર્ષે કથા, ચૈત્રી નવરાત્રી, દીપાવલી, શ્રાવણ માસમાં પાયેશ્વર પુજા, અભિષેકનું આયોજન અચુક થાય છે, દેશ-વિદેશ વસતા શ્રધ્‍ધાળુઓ અત્રે ફુલ પાંખડી પધરાવે તો સુવિધા યુક્‍ત અતિથી ગૃહનિર્માણ કરવાની પૂ. બાપુ નેમ ધરાવે છે.
                                            

 

 

- મનીષ પી. દવે ભાવનગર
   મો. ૯૪૨૬૮ ૩૦૩૬૮   

(11:54 am IST)