સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

શ્રી સોમનાથ મહાદેવને ચંદન-કમલપુષ્‍પ શ્રૃંગારઃ શ્રાવણના બીજા સોમવારે ભાવિકોની ભીડ

વહેલી સવારના ૪ વાગ્‍યાથી મંદિર ખુલ્‍યુઃ કાવડ યાત્રિકો દ્વારા જલાભિષેક

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: વિશ્‍વ પ્રસીઘ્‍ધ સોમનાથ મહાદેવ શિશ નમાવવા દેશ વિદેશ થી વધુ શિવ ભકતો શ્રાવણ માસના બીજા સોમવારે આવી પહોચેલ હતા. સવારે ૪ કલાકે મંદિર ના દ્રાર ખુલતા સોમનાથ હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠેલ હતું ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લા માંથી ત્રણ હજાર જેટલા ભકતો પગપાળા ચાલીને આવેલ હતા તેમને રોડ ઉપર ચા નાસ્‍તો ફરાળ ની સુવિધાઅનેક સંસ્‍થાઓ કરવામાં આવેલ હતી. ભારતભરમાંથી કાવડીયાઓ નદી ઓના પાણી લઈને આવેલ છે  તે વ્‍હેલી સવારે ભોળા નાથને જળા અભિષેક કરેલ.

વ્‍હેલી સવારે ૪ વાગ્‍યે મંદિર ના દ્રાર ખુલેલ હતા ત્‍યારબાદ અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ હતા તેમાં મહાપુજા સવારે ૬.૩૦ વાગ્‍યે, પ્રાત આરતી સવારે ૭ વાગયે,ઘ્‍વજા રોહણ ૮.૩૦ વાગ્‍યે,મહાદુગ્‍ધ અભિષેક બપોરે ૧૧ વાગ્‍યે,મહાપુજા ૧૧.૩૦ વાગ્‍યે,૧ર વાગ્‍યે મઘ્‍યાન આરતી સુધી માં રપ હજાર જેટલા શિવ ભકતોએ શિશ નમાવેલ હતા.

રૂદ્રા અભિષેક,બિલ્‍વપત્ર,ગંગાજળ સહીતની અનેક પુજા વિધીઓ નોધાયેલ છેતે ૧૦૦ થી વધારે ભુ દેવો દ્રારા સંપન્‍ન કરવામાં આવશે.       ત્રીવેણી ધાટ,ગીતા મંદિર,મહા પ્રભુજીની બેઠક,ભીડ ભજન મહાદેવ,ભાલકા તીર્થ સહીત ના મંદિરોમાં ભારે ભીડ ઉમટી પડેલ હતી સોમનાથ ટ્રસ્‍ટ,પોલીસ તંત્ર,વહીવટી તંત્ર, નગરપાલિકાએ વ્‍યવસ્‍થા કરેલ હતી.

હરિહરની ભૂમિથી વિશ્વ પ્રસિદ્ધ પ્રભાસ ક્ષેત્ર જ્‍યાં ભગવાન શિવ અને ભગવાન કળષ્‍ણ બિરાજમાન છે. આજે યોગાનુયોગ શ્રાવણનો બીજો સોમવાર અને અગીયારસ એક સાથે હોય, ભક્‍તો આદિ જ્‍યોર્તિલિંગ ભગવાન સોમનાથના ચરણોમાં દર્શનાર્થે ઉમટી પડ્‍યા હતા, દુર દુર થી  પગપાળા ચાલતા  યાત્રિકોના હર હર મહાદેવના નાદથી સોમનાથ ના રસ્‍તા દિવ્‍ય બન્‍યા હતા.

આજે પ્રાત શળંગાર માં સોમનાથ મહાદેવને મોતીઓથી અલંકળત શ્વેત પીતાંબર જે   તેનો શળંગાર કરવામાં આવેલ, સાથે જ ગુલાબ, મોગરા, બિલ્‍વપત્ર, જાસુદ, ડોલર સહિતના પુષ્‍પહાર સાથે અલૌકિક શળંગાર કરવામાં આવેલ હતો, જે દર્શનની ઝાંખી થી ભક્‍તો ધન્‍ય બન્‍યા હતા.

એક અંદાજ પ્રમાણે સવારે ૪-૦૦ વાગ્‍યે થી ૮-૦૦ સુધી એટલે ચાર કલાકમાં ૧૫ હજારથી ભક્‍તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્‍ય બન્‍યા.

પ્રાતઃ આરતી સમયે ભક્‍તો નો માનવમહેરામણ અને રત્‍નાકર સમુદ્ર શિવ ભક્‍તિમાં લીન બન્‍યા હતા.

(11:18 am IST)