સાવરકુંડલા શહેર કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ રૂસ્તમભાઇ સમાંનો જન્મદિવસ
સાવરકુંડલા,તા. ૮ : શહેર કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રૂસ્તમભાઇ કાસમભાઇ સમાંનો આજે જન્મદિવસ છે. તેમનો ૩૯ માં વર્ષમાં પ્રવેશ થયો છે.
મુસ્લિમ અગ્રણી અને નેક ઇન્સાન કાસમભાઇ સમાંને ત્યાં ગત તારીખ ૮/૮/૧૯૮૪ના રોજ જન્મ લેનાર રૂસ્તમભાઇ સમાં લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ભારે ઉત્સાહિત છે તેમજ તોકતે વાવાઝોડુ, કોરોના વાયરસ જેવી કુદરતી આફતોમાં માનવતા દાખવી નોંધ પાત્ર કામગીરી કરી હતી અને હાલ કરતા આવે છે યુવા વર્ગના નેતા તરીકે ઓળખાતા રૂસ્તમ સમાંની માનવતા રૂપી કામગીરી ખૂબ જ પ્રચલિત છે તેવા નીડર નિષ્ઠાવાન અને ઉત્સાહી યુવાન અને કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ રૂસ્તમ સમાંના જન્મદિવસ નિમિતે તે તેમનો મો. નં. ૯૭૨૪૧ ૩૨૫૦૬ ઉપર શુભેચ્છા વર્ષા થઇ છે.