પોરબંદર આશા ચિલ્ડ્રન હોસ્પિટલના નવા બાળ વિભાગનું લોકાપર્ણ

પોરબંદરઃ અશ્વિન ભરાણીયા ચેરીટેબલ ક્રાઉન્ડેશન સંચાલીત આશા ચિલ્ડ્ન હોસ્પિટલના મુખ્ય દાતાઓના લાખો રૂપિયાનો ખર્ચ તૌયાર થયેલ બાળ વિભાગનું લોકાર્પણના કાર્યક્રમ યોજાયો હતો. અતિથી વિશેષ તરીકે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ વસંતકુમાર બાવાશ્રી, શાષાી સ્વામી પૂજ્ય ભાનુપ્રકાશજી, ટ્રસ્ટના પ્રમુખ રસીકભાઇ ભરાણીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા,પોરબંદર રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈન, આઇ.એમ.એ.ના પ્રમુખ ડો. કૌશિક પરમાર, તબીબી ડો. સુરેશ ગાંધી, ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા, સમાજ શ્રેષ્ઠી હરસુખભાઇ બુધ્ધદેવ, ડીસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ અનીલભાઇ કારીયા, ચેમ્બરના પ્રમુખ જીગ્નેશભાઇ કારીયા, ટ્રસ્ટી વિજયભાઇ ભરાણીયા, કેતનભાઇ ભરાણીયા, દિ્નશભાઇ ભરાણીયા, ભાવિનભાઇ ભરાણીયા, કિષ્નાબેન ભરાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાળ વિભાગનું લોકાપર્ણની તસ્વીર.