સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોરબી પાટીદાર ધામમાં તાલીમી પીએસઆઇ અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

પાટીદાર ધામ ખાતે દાતા,સેવક તથા પાટીદાર ધામમાંથી PSI પરીક્ષા પાસ કરનાર તાલીમાર્થીઓનો સન્માન સમારંભ

મોરબી : પાટીદાર ધામ ખાતે દાતા,સેવક તથા પાટીદાર ધામમાંથી PSI પરીક્ષા પાસ કરનાર તાલીમાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

આ સન્માન સમારંભમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. પાટીદાર ધામના પ્રમુખ સેવક કિરીટભાઈ દ્વારા મહેમાનો અને તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હોલના દાતા વસંતભાઈ રાજકોટિયા અને વિકાસભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાટીદાર ધામમાં ફ્રી લેક્ચર આપનાર ચુનીલાલભાઈનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ત્યાર બાદ પાટીદાર ધામમાં દોડના કોચ તરીકે મદદરૂપ થનાર ભૂમિબહેનનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
બાદમાં પાટીદાર ધામમાં તાલીમ લઈ PSIની પરીક્ષામાં પાસ થયેલા તાલીમાર્થીઓ હિતેશભાઈ ગામી, મિલનભાઈ લીખિયા, રાજભાઈ ગામી, પ્રિતેશભાઈ વડાવિયા, કૃપાલીબહેન આદ્રોજા, બારૈયા શીતલબહેન, વૈષ્ણાની શ્રધ્ધાબહેનનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ ઉપરાંત ઉમંગ કાલરીયા, રજનીશ ગાંભવા, નયન પટેલ, કૈલા શ્રધ્ધા, પટેલ સચિન, આદ્રોજા આશા, નિશા બરાસરા વગેરે ઉપસ્થિત ન રહી શકનાર તાલીમાર્થીઓને પાટીદાર ધામ પરિવાર તરફથી શુભ કામના પાઠવવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટી ચંદુભાઈ દ્વારા કરવામાં આવી હતી. પાટીદાર ધામના તાલીમાર્થીઓ અને દાતાનું સન્માન કરવા પાટીદાર ધામના ટ્રસ્ટી કિરીટભાઈ, ચમનલાલ, હિતેશભાઈ, ચુનીલાલ, વસંતભાઈ, વિકાસભાઈ, અશોકભાઈ, ધર્મેશભાઈ, નિલેશભાઈ, સંઘાણી સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

 

(10:39 pm IST)