સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોરબી, માળીયા અને ટંકારામાં તાજિયા પર્વ નિમિતે પોલીસનું ફૂટ પેટ્રોલીગ

પોલીસના વિશાળ કાફલાએ ત્રણેય શહેરમાં તાજિયાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલીગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી

મોરબી :   મોરબી, માળીયા અને ટંકારામાં તાજિયા નિમિતે પોલીસ કાફલાએ ફૂટ પેટ્રોલીગ કર્યું હતું. પોલીસના વિશાળ કાફલાએ ત્રણેય શહેરમાં તાજિયાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલીગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મોરબી, માળીયા અને ટંકારામાં મુસ્લિમ સમાજના પવિત્ર અને ભારે શ્રધ્ધા તેમજ અસ્થાના કેન્દ્ર સમાં મહોરમ પર્વ શરૂ થઈ ગયું હોય મહોરમ નિમિત્તે ઠેરઠેર સબીલો શરૂ કરવામાં આવ્યા છે અને સબીલોમાં લોકોને પાણી, ઠંડા પીણાં, લચ્છીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ મહોરમ નિમિતે આગામી સમયમાં તાજિયા ઝૂલુસ નિકળનાર હોવાથી મોરબી, માળીયા અને ટંકારામાં પોલીસે તાજિયાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલીગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

 

(10:38 pm IST)