સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

માળીયા હાટીનામાં બ્રહ્મા કુમારી સેન્ટરમાં રક્ષા બંધન સપ્તાહની ઉજવણી કરાઇ

માળીયા બ્રહ્મા કુમારી સેન્ટરના બહેનો ગામમાં દરેક સરકારી કચેરીએ રૂબરૂ જઈને આઠ દિવસ સુધી રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખશે

 માળીયા હાટીના :  દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માળીયા હાટીનામાં બ્રહ્મા કુમારી સેન્ટર ડાયમંડ પેલેસ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઇ છે

સવારના આઠ વાગ્યાથી બ્રહ્મા કુમારી રૂપાબેન બ્રહ્મા કુમારી મિતા બેન બ્રહ્મા કુમારી સિલ્પા બેનએ સવારના આઠ વાગ્યાથી 11 વાગ્યા સુધી ગામના વિવિધ આગેવાનોને બ્રહ્મા કુમારી સેન્ટર ખાતે બોલાવીને રાખડી બાંધો હતી અને રક્ષા બંધન વિશે ધાર્મિક પ્રવચનો આપી જાણકારી આપી હતી 

આઠ દિવસ સુધી માળીયા બ્રહ્મા કુમારી સેન્ટરના બહેનો ગામમાં દરેક સરકારી કચેરીએ રૂબરૂ જઈને આઠ દિવસ સુધી રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખશે 

આજે પણ સવાર થી મોટી સંખ્યા માં ગામ લોકો એ હાજરી આપી હતી તમમ લોકો ને મીઠાઈ આપી મીઠા મોઢા પણ કરાવ્યા હતા

લી મહેશ કાનાબાર

 

(10:32 pm IST)