સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th February 2023

હિંસાથી પીડિત મહિલાઓની વ્હારે આવતું સખી વન સ્ટોપ સેન્ટર

-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૨, દરમિયાન ૪૯૧ બહેનોનું કરાયું કાઉન્સેલિંગ

દેવભૂમિ દ્વારકા:કેન્દ્ર સરકારના મહીલા અને  બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પિડીત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા ૧. કાઉન્સેલીંગ, ૨. રહેઠાણ, ૩ પોલીસ સહાય, ૪.  કાયદાકીય માર્ગદર્શન, ૫. તબીબી સહાય ચોવીસ કલાક વિના મૂલ્યે એક જ સ્થળેથી મળી રહે તેવા ઉમદા હેતુ માટે ભારત સરકાર દ્વારા “SAKHI” One Stop Centre-OSC યોજના અમલમાં મુકવામાં આવી છે. જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકરીની કચેરી અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧ માર્ચ ૨૦૧૯થી વર્ષ ૨૦૨૨ સુધીમાં ૪૯૧ બહેનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

સખી વન સ્ટોપ સેન્ટર કોઇ પણ પ્રકારની હિંસાથી પિડીત બહેનને ૨૪ કલાક વિનામુલ્યે ૫ દિવસ સુધી હંગામી આશ્રય પૂરૂ પાડી પિડીતાને કાઉન્સેલિંગ, પોલીસ સહાય, તબીબી સારવાર વગેરે સેવાઓ આપ્યા બાદ કુટુંબમાં પુનઃ સ્થાપન કરવાની સમાધાનકારી મહિલાલક્ષી કામગીરી કરે છે જે હાલ નવી સીવીલ હોસ્પીટલની બાજુમા, જામ ખંભાળીયા ખાતે કાર્યરત છે જેના ફોન નંબર- ૦૨૮૩૩ ૨૩૩૨૨૫ છે જેનો કોઇ પણ પ્રકારની મુશ્કેલી નિવારણ માટે સંપર્ક કરી શકાય છે.

કેવા પ્રકારની હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લઇ શકે?

       શારિરીક હિંસા

       માનસિક હિંસા

       જાતીય હિંસા

       ભાવનાત્મક હિંસા

       એસિડ એટેક

       ઘરેલુ હિંસા

       મહિલાઓનો અનૈતિક વ્યાપાર

(10:50 pm IST)