ખંભાળિયા, કલ્યાણપુરમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા, તા. ૮ : ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા દિલીપ જીવણભાઈ રૂડાચ નામના ૩૫ વર્ષના ગઢવી શખ્સના મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી રૂપિયા ૪,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૦ બોટલ કબજે કરી હતી. દારૂનો આ જથ્થો તેણે મોરબીના ત્રકષિરાજસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાનું પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે દિલીપ રૂડાચની અટકાયત કરી, ત્રષિરાજસિંહ જાડેજાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય એક કાર્યવાહીમાં એલસીબી પોલીસે કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા ગઢવી રણમલ જીવણ જામના કબજાની ઝુંપડીમાંથી જુદી-જુદી બનાવટની ૪૦ બોટલ પરપ્રાંતીય શરાબનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે રૂપિયા ૧૬,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ, પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
મીઠાપુરમાં રખડતો ભટકતો ઝડપાયો
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા ભરત લાલદાસ હરિયાણી નામના ૩૫ વર્ષના શખ્સને પોલીસે સુરજકરાડીની સોની બજાર વિસ્તારમાંથી અંધારામાં દુકાનોના તાળા તપાસતા ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ ૧૨૨ (સી) મુજબ કાર્યવાહી કરી હતી