સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th December 2022

મતદાનમાં મતોની ટકાવારી ઘટી : એક્‍ઝિટ પોલના સર્વેની ભારે ચર્ચા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૭ : એકિઝટ પોલ્‍સ જાહેર થયા જેમાં ભાજપ રાજયમાં દોઢસો ઉપરાંત બેઠકો મેળવે છે તેવું દર્શાવાયું છે. સંભાવનાની દ્રષ્‍ટિએ કંઇ પણ અનુમાન જાહેર કરી શકવાની સ્‍વતંત્રતા રહેલી છે.

જો વિતેલી ત્રણ વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો ૨૦૧૨ અને ૨૦૧૭માં મતદાનની ટકાવારી વધુ જોવા મળી હતી. આ વેથકનો ભૂતકાળ જોઇએ તો જ્‍યારે જ્‍યારે વોટિંગની ટકાવારી વધુ જોવા મળેલી ત્‍યારે ત્‍યારે એથી ભાજપને ફાયદો થયેલો અને વાસ્‍તવિકતાને નકારી શકાતી નથી. પણ આ વેળા તો છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓની સરખામણીએ ઘણી ઓછી જોવા મળી છે. જ્‍યારે એથી સાવ વિપરિત મતોની ટકાવારી તથા નીરસતા હોવા છતા એકિઝટ પોલ્‍સ ભાજપની બેઠકો ઘટાડવાને બદલે વધુ હોવાનું દર્શાવી રહ્યા છે. જેથી એક્‍ઝિટ પોલ્‍સ  આ સંદેશા વહેતો જરૂર થવા પામે છે કે, આ અમારૂ અનુમાન છે. ખરૂ પરિણામ આઠમી એ જાહેર થશે જે ભૂલ રહિત અને વાસ્‍તવિક હશે.

મતદાન થવા પૂર્વેના એકિઝટ પોલ્‍સની આ તારણોમાં ઘટેલી મતદાનની ટકાવારીની ભૂમિકા બે દિ'બાદ આઠમી ડીસેમ્‍બરના પરિણામમાં જોવા મળી રહેશે.

(1:58 pm IST)