સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th November 2020

મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી : 2 કિ.મી. સુધી ધુમાડાના ગોટેગોટા જોવાયા

આગને નિયંત્રણમાં લાવવા માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરી દેવાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગતા તેના ધુમાડાના ગોટેગોટા ઉંચે સુધી જોવા મળ્યાં હતા અને દૂરના વિસ્તારોમાં પણ લોકોને ત્યાં આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે આગને નિયંત્રણમાં લાવવા માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી

ટાટા કેમિકલના નોર્ધન યાર્ડમાં રાખવામાં આવેલા વેસ્ટ સામાનમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ક્યા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ એટલી વિકરાળ છે કે 2 કિલોમીટર દુરથી પણ ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા. ટાટા કેમિકલ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘કંપની સુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા માટેની કટીબદ્ધતાને દોહરાવે છે.’

(8:30 pm IST)