સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રઘુવંશી સમાજ માટે રાસોત્સવનું ભવ્ય આયોજન

રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે

 મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ – 2022″નું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલ તા. 08/10/2022 ને શનીવારના રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.


આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર ગરબા કિંગ રાહુલ મહેતા પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. રાસોત્સવનો રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે. પ્રવેશ મેળવનાર પ્રથમ 100થી વધુ ખેલૈયાઓને વહેલા તે પહેલાના ધોરણે સ્યોર ગિફ્ટ આપવામાં આવશે. ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ અપાયું છે.

કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ 1. પુજારા ટેલિકોમ – સરદાર બાગ પાસે, શનાળા રોડ, 2. સેલ્યુલર વર્લ્ડ – બાપા સિતારામ ચોક પાસે, રવાપર રોડ, 3. શ્રીજી કિડ્સ – શક્તિ પ્લોટ મેઈન રોડ, 4. શુભ મેચિંગ સેન્ટર – મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2, 5. ભોજાણી સ્ટોર – પરા બજાર, મોરબી, 6. રામ શિંગ સેન્ટર – જેલ રોડ, 7. જય જલારામ ટ્રેડિંગ – ગાંધી ચોક ખાતેથી મેળવવાના રહેશે..

(12:50 am IST)