સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

બગસરા સિપાહી સમાજ દ્વારા ગ્રુપની સ્થાપના કરાઈ

 બગસરાઃ હજરત મહમદશા બાપુના મજારે  સિપાહી સમાજના તરવરીયા યુવાનોનું  એક ગ્રુપની સ્થાપના કરી. આ સિપાહી યુવા ગ્રુપ  દ્વારા સમાજને આર્થિક મદદરૃપ થવાની નિખાલસ નિયત સાથે યુવાનો દ્વારા બચત મંડળ ચાલુ કરવામાં આવ્યું અને આ તકે સિપાહી સમાજના પ્રમુખ હનીફભાઈ ચૌહાણ , અમીનભાઈ કુરેસી, અબ્બાસભાઈ શેખ ''આરજુ ગ્રુપ'' ખાનભાઈ પાનવાળા, ફિરોજભાઈ સૈયદ ''રીયલ'' તેમજ યુવા પાંખ ના દરેક સભ્યો એ હાજરી આપેલ અને બચત મંડળને ચાલુ કરવામાં આવ્યું  અને સાથે સિપાહી સમાજ દ્વારા તથા આ ગ્રુપના દરેક મેમ્બરો દ્વારા જનાબ ફિરોજભાઈ સુલતાનભાઇ સૈયદૅ''રીયલ''ને અમરેલી જીલ્લા કોંગ્રેસમાં લઘુમતી મોરચાના મંત્રી બનાવતા તેનું સિપાહી જમાત વતી પ્રમુખ હનીફભાઈ  ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને ફિરોજભાઈ સમસ્ત મુસ્લિમ સમાજ તથા સિપાહી સમાજમાં એક અડીખમ આગેવાન છે અને તે ઉતરોતર  પ્રગતિ કરે તેવી સામુહિક દુવા કરવામાં આવી હતી. ( તસ્વીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા)

(11:56 am IST)