જામકંડોરણાના મોટા ભાદરામાં ચામુંડા માં નું નાટક
ધોરાજી : જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામમાં સર્વોદય ગરબી મંડળ દ્વારા માં કોટડા વાળી માં ચામુંડાનું ભવ્ય નાટક ઉજવવામાં આવ્યું જેમાં વિશાળ સંખ્યામાં પે્રક્ષકો ઉમટી પડ્યા તેમજ દરેક વર્ષની જેમજ આ વષૅ પણ સર્વોદય ગરબી મંડળ દ્વારા નાટક તથા ગરબાની રમઝટ બોલાવીને માતાજી ભકિત કરવામાં આવી હતી. દરરોજ બાળા ઓને દાતાઓ તરફ થી લ્હાણી વિતરણ કરવામાં આવતી હતી. આ સર્વોદય ગરબી મંડળને સફળ બનાવવા પ્રમુખ ચંદુભાઈ અંટાળા, જીતેન્દ્ર પોંકિયા, ભાવેશ વઘાસીયા, જયેશ સી વઘાસીયા ( એડવોકેટ ) નીરવ સાકરીયા હાર્દિક પોંકીયા, પ્રિતેશ પોંકીયા શ્યામ પોંકિયા, જોરુભા ડાભી શ્રુત પોંકિયા, શ્રેય પોંકિયા, હર્ષિલ રૃપાપરા, પ્રિન્સ પોંકિયા, વિજય બોઘરા, શૈલેષ પોંકિયા દિનેશભાઈ દોંગા , યુવરાજ સિંહ ડાભી અશ્વિનભાઈ અંટાળા (સરપંચ) એ સહિતની ટીમે જહેમત ઉઠાવેલ છે. (તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા,ધોરાજી)