સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th August 2021

પાટણવાવના મોટીમારડમાં પત્રકારનાં રહેણાંક મકાનમાં જુગારનો દરોડોઃ ૭ ઝડપાયા

રાજકોટ તા. ૭ :.. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર વિભાગ જેતપુર સાગર બાગમાર આપેલ સુચના અન્વયે પાટણવાવ પો. સ્ટે. ના લોકરક્ષક ખીમજીભાઇ હુણને હકિકત અધારે મોટીમારડ ગામે પત્રકાર ગોપાલભાઇ વ્યાસ પત્રકાર ના ઓથા હેઠળ પોતાના રહેણાંક મકાને જૂગારનો અખાડો ચલાવે છે તેવી હકિકત મળેલ જેથી સદરહુ હકિકત વાળી જગ્યાએ  રેઇડ કરતા ૭ શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે ગોપાલભાઇ લાભશંકર વ્યાસ જાતે બ્રાહ્મણ ઉ.૪૩ ધંધો - પત્રકાર રહે. મોટી મારડ બાલમંદિર પાસે તા. ધોરાજી જી. રાજકોટ, વિનોદભાઇ ઉર્ફે બરણી રણછોડભાઇ દેસાઇ જાતે. પટેલ ઉ.૪૦ ધંધો મજુરી (હીરાઘસુ) રહે. મોટી મારડ મણવર શેરી તા. ધોરાજી જી. રાજકોટ, મહેશભાઇ જસમતભાઇ હીરાણી જાતે પટેલ ઉ.પ૩ ધંધો-મજુરી કામ રહે. મોટીમારડ કૃષ્ણનગર સોસાયટી તા. ધોરાજી જી. રાજકોટ, વિરલભાઇ ઉર્ફે ભીમો ચીમનભાઇ ભુત જાતે પટેલ ઉ.૩પ ધંધો ડ્રાઇવીંગ રહે. મોટી મારડ કૃષ્ણનગર સોસાયટી તા. ધોરાજી જી. રાજકોટ, નટવરભાઇ ઉર્ફે નટુ ભગવાનજીભાઇ પાટડીયા જાતે ઉ.૪પ ધંધો મજૂરી રે. મોટીમારડ પો. સ્ટે. ઓફીસ શેરી તા. ધોરાજી જી. રાજકોટ, સુરેશભાઇ હીરજીભાઇ કાલરીયા જાતે પટેલ ઉ.૬૦ ધંધો નિવૃત રે.મોટીમારડ રામ મંદિર પાસે, તા. ધોરાજી જી. રાજકોટ, લાભશંકર દયારામભાઇ વ્યાસ જાતે બ્રાહ્મણ ઉ.૭૦ ધંધો નિવૃત રે. મોટીમારડ બાલમંદિર પાસે તા. ધોરાજી જી. રાજકોટની સામે કાર્યવાહી કરી છે.

રોકડા રૂપિયા ૪રપ૮૦ તથા મોબાઇલ ફોન નંગ ૭, બે મો. સા. સાથે અન્ય મુદામાલ મળી કુલ મુદામાલ કિ. રૂ. ૮૭પ૮૦ જપ્ત કરેલ છે.

આ કામગીરી પો. સબ. ઇન્સ. વાય. બી. રાણા, પો. હેઙ કોન્સ. વીશાલભાઇ પાંચાભાઇ, પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ દાનુભા, લોકરક્ષક દુષ્યંતરાજસિંહ નરેન્દ્રસિંહ, લોકરક્ષક ખીમજીભાઇ હુણ, લોકરક્ષક દિવ્યરાજસિંહ લાલુભા, લોકરક્ષક નીરવભાઇ જીણાભાઇ, લોકરક્ષક રવીભાઇ કીશોરભાઇ એ કરી હતી.

(11:40 am IST)