સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th August 2021

ઉપલેટાના મેખાટીંબી પાસેથી ૩૪ લાખનો દારૂ જપ્ત : ૬૧.૪૨ લાખનો મુદ્દામાલ ઝડપાયો

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા.૭ : ઉપલેટા થી ૮ કિ.મી દુર આવેલા મેખાટીંબી ગામે ઈંગ્લીશ દારૂનું કટીંગ થતું હોવાની પોલીસ કોન્સટેબલ ગગુભાઈ ચારણ, વનરાજભાઈ રંગીયા, હિમાંશુભાઈ હુણ, ને માહિતી મળતા પી.આઈ. એચ.એચ. ધાંધલ ને જાણ કરતા પી.આઈ. સહિતનો સ્ટાફને સાથે રાખી મેખાર્ટીબી ગામ તરફ જવાના રોડ ની ડાબી બાજુ વેણુ નદિના કાંઠે સરકારી ખરાબાની જમીનમાં ઈંગ્લીશ દારૂ ના મોટા જથ્થાનો અમુક માણસો કટીંગ કરી હેરાફેરી કરતા હોવાની જાણ થતા ત્યાં પહોંચતા કેસરી કલરનો ટ્રક નંબર જી.જે. ૨ એકસ એકસ ૫૧૬૮ તથા ૨ મહિન્દ્રા બોલેરો પીકઅપ નંબર જી.જે.૩ બી.ડબલ્યું ૦૨૬૪ તથા જી.જે. ૨૭ ટી.ટી. ૧૮૭૨ જુદી-જુદી બ્રાન્ડના ભારતીય બનાવટની વીદેશી દારૂની પેટીઓ પડેલ હોય આ મુદ્દામાલ કબ્જે કરેલ હતો.

આ મુદ્દામાલમાં મેકડોવેલ્સ બોટલ નં. ૬૮૦૪(૫૬૭) પેટી કિ.રૂ. ૨૫,૫૧,૫૦૦ રોયલ ચેન્જર બોટલ નં, ૧૬૫૬(૧૩૮) પેટી કિ.રૂ. ૮,૦૧,૧૨૦ કેસરી કલર ટ્રક બે બોલેરો અને એક હીરોહોન્ડા સ્પેન્ડર ત્યાં મળી આવતા પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહિ કરેલ છે. આ મુદ્દામાલમાં ૩૪,૧૨,૬૨૦ નો દારૂ ૨૭,૩૦,૦૦૦ ના વાહનો મળી કુલ રૂ. ૬૧,૪૨,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો. આ અંગે સાંજે ૫ વાગ્યે ડી.વાઈ. એસ.પી. બાગમાર સાહેબ તથા પી.એસ.આઈ. એચ.એમ. ધાંધલ એ પ્રેસ કોન્ફરન્સ બોલાવી આ અંગેની માહિતી

આપેલ હતી. આ કામગીરી માં અશોકભાઈ સુવા, ધરમચંદ કોચ, ભાવેશભાઈ બોરીચા, મહેન્દ્રભાઈ ધાંધલ, હ૨દેવર્સીહ ચુડાસમા, નીલેષભાઈ ચાવડા, દળુભાઈ કરપડા, દીનેશભાઈ ગોંડલીયા, ગગુભાઈ ચારણ, વનરાજભાઈ રગીયા, સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.

આ દારૂના કીંગ વખ્ત દુરથી પોલીસને જોઈ જતાં દારૂ કટીંગ કરનાર આરોપીઓએ પોતાના વાહનો મુકી ભાગી ગયેલ હતા. વાહનોના નંબરને આધારે તેમના માલીકોની સોધ કરી આ ઈંગ્લીશ દારૂ કયાંથી આવેલ કોણ લઈ જવાનો હતો. તેમની વિગતો મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે તેમ ડી.વાઈ. એસ.પી. બાગમાર સાહેબે જણાવેલ હતું.

(11:31 am IST)