સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th August 2021

રઘુવંશી ગૌરવઃ સીસીટીવી ઉપયોગ દ્વારા ગુન્હાઓ પરથી પડદો ઉચકવામાં જૂનાગઢ પીએસઆઈ પ્રતીક મશરૂએ ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો

૬ માસમાં ડીજીપી આશિષ ભાટિયા હસ્તે વિશ્વાસ પ્રોજેકટના સ્વપ્ન દ્રષ્ટા નરસિંહમા કોમાર હસ્તે બીજી વખત એવોર્ડ મેળવનાર આ અધિકારીએ દેશના ૫૦ અધિકારીઓમાં પસંદગી પામી કેન્દ્રીય એવોર્ડ પણ મેળવ્યો છે

 રાજકોટ તા.૭, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન ડીવાયએસપી પ્રદીપ સિહ જાડેજા સહિતના અધિકારીઓના માર્ગદર્શનમાં કાબિલે દાદ કામગીરી બજાવનાર પીએસઆઈ  પ્રતીક એચ. મશરૂએ રાજ્યના મુખ્ય પોલીસ વડા હસ્તે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી જ્વલંત સફળતા મેળવી છે.    

 મૂળ માણાવદરના વતની એવા પીએસઆઈ પ્રતીક ચાલુ વર્ષના જાન્યુઆરીથી ઓગસ્ટ એમ છ માસમાં રાજ્યના કાર્યદક્ષ પોલીસ વડા આશિષ ભાટિયા હસ્તે બબ્બે વખત એવોર્ડ મેળવતા રઘુવંશી સમાજને ગૌરવ અપાવ્યું છે, તેમના પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા મો.૯૮૯૮૬ ૫૨૮૬૫ ર્પ વર્ષી રહી છે. અત્રે યાદ રહે કે પ્રતીક મશરૂ દ્વારા ૨૦૧૮મા બેસ્ટ પરફોર્મન્સ ઓફ આઈ.ટી.ઈન પોલીસ ડીપાર્ટમેન્ટ ઈન ઈન્ડિયા અંતર્ગત આખા દેશમાંથી કુલ ૫૦ અને ગુજરાતમાંથી ફકત ૩ પોલીસ અધિકારીઓ પસંદગી પામ્યા હતા તેમાં શ્રી.મશરૂનો સમાવેશ હતો અને પ્રસંશનીય કામગીરી બદલ ભારત સરકારના કેબિનેટ સચિવ રાજીવ ગૌબા હસ્તે એવોર્ડ હાસલ કરવામાં સફળતા મેળવી હતી. એન્જીનીયરિંગ ડિગ્રી સાથે ગ્રેજ્યુએશન મેળવનાર આધિકત ઈલેકટરોનીકસ અને કોમ્યુનિકેશન વિષય રાખેલ. અત્રે યાદ રહે ૨૦૧૪થીન ગુજરાત પોલીસ ખાતામાં જોડાયેલ આ અધિકારી હાલ જૂનાગઢ જિલ્લામાં નેત્રમ શાખામાં ફરજ બજાવી રહ્યા છે.   એ જાણવું પણ ખૂબ રસપ્રદ બનશે કે વડા પ્રધાન અને કેન્દ્રીય ગ્રૃહમંત્રીના ડ્રીમ પ્રોજેકટ જેઓ વિશ્વાસ પ્રોજેકટના શિલ્પી રાજ્યના લો એન્ડ ઓર્ડરના વડા એવા સ્વચ્છ છબી ધરાવતા એડી.ડીજી.નરસિંહમા કોમાર છે.

(11:28 am IST)