સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th August 2020

કોરોનાએ વધુ બે જીવ લીધા: કચ્છમાં સ્થિતિ વકરી : વધુ ૨૪ સહિત કુલ 684 કેસ અને 33 મોત

ભુજ પંથકમાં સામટા ૧૦ કેસ સાથે બ્લાસ્ટ : અંજારમાં વધુ ૬ કેસ સાથે કોરોનાનો કહેર જારી

ભુજ : કચ્છમાં કોરોનાનો કાળમુખો પંજો વિસ્તરી ચુક્યો છે. અનલોક પછી કોરોનાના પોઝિટિવ કેસ અને મૃત્યુ આંક બન્નેમાં ભયજનક ઉછાળો આવ્યો છે. આજે કંડલાપોર્ટના કર્મી સહિત બે મોત થયા છે. વકરી રહેલા કોરોનાએ આજે વધુ બે જણાના જીવ લીધા છે, તે સાથે જ કુલ મૃત્યુ આંક વધીને ૩૩ થયો છે. આજે મૃત્યુ પામનાર કંડલાપોર્ટના કર્મચારી અનિલ પીલ્લઈ (ઉ.૫૬, સપનાનગર, ગાંધીધામ) અને સરલાબેન રાજપૂત (ઉ.૫૬, સપનાનગર ગાંધીધામ) છે.

 

 આજે કોરોનાના વધુ ૨૪ પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંકડો વધીને ૬૮૪ થયો છે. તો, આજે એક્ટિવ કેસનો આંકડો બસ્સોને પાર થઈને ૨૦૮ થયો છે. સાજા થયેલા દર્દીઓનો આંકડો પણ વધીને ૪૪૩ થયો છે. આજે ભુજ સીટી અને તાલુકામાં બ્લાસ્ટ થયો છે, એક સામટા ૧૦ કેસ નોંધાયા છે. અંજારમાં કોરોનાનો કહેર ચાલુ રહ્યો છે વધુ ૬ કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીધામમાં ૫, અબડાસા, મુન્દ્રા અને માંડવીમાં એક એક કેસ નોંધાયો છે.

(9:49 pm IST)