સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th February 2018

રાજયમાં ૪પ૦ તબીબોની નિયુકિત છતાં ખંભાળીયામાં એક પણ નિમણુંક ન કરાતા રોષ

ખંભાળીયા તા.૭ : ખંભાળીયાની સરકારી હોસ્પિટલ કે જે દેવભુમિ જિલ્લામાં સૌથી મોટી અને રોજના મોટી સંખ્યામાં દર્દીઓ ચારેય તાલુકાઓ તથા ગામડાઓમાંથી આવે છે. અહી એમ.બી.બી.એસ. તબીબોની જગ્યાએ કુલ ૮ મંજુર થયેલ છે. જેમાંથી ત્રણ જગ્યા જ ભરાયેલી છે. પાંચ ખાલી છે અને ત્રણ ભરાયેલી છે તેમાંથી એક તબીબને દ્વારકા ડેપ્યુટેશનમાં મુકાયેલ છે.

દર્દીઓના અભાવે હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા અડધી થઇ ગઇ હોવા છતાં અનેક વખત સ્થાનિક કક્ષાએથી રિપોર્ટ મોકલવી છતાં અનેક વખત સ્થાનિક કક્ષાએથી રિપોર્ટ મોકલવી છતાં ગઇકાલે રાજયમાં ૪પ૦ તબીબોનું નવુ પોસ્ટીંગ થયુ તેમાં ખંભાળીયામાં કોઇ નિમાયા નહી !!

કરોડોની હોસ્પિટલ તબીબોના અભાવે ખંડેર જેવી થતી જાય છે છતાં ઉપરનું તંત્ર ઉંઘમાં છે.

જો કે જનતામાં એવો પ્રશ્ન પણ ઉઠે છે કે શું ખંભાળીયામાં બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાય છે એટલે સરકારને રસ નથી ! જનતાનો ઉગ્ર આક્રોશ તબીબોની જગ્યા અંગે ટુંક સમયમાં આંદોલન કરાવે તો નવાઇ નહી.

(11:27 am IST)