સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

દીવનું આ અદ્યતન અને સ્ટાર લેવલનું રિસોર્ટ સૌરાષ્ટ્રના લોકો માટે નજરણારૃપ બની રહશેઃ પ્રફુલભાઈ પટેલ

દીવ દમણના એડમીનીસ્ટ્રેટર દ્વારા ઉદ્ઘાટન, રાજકોટના પ્રિયવદન કકકડ ટીમ પર આફ્રિન

રાજકોટઃ  દીવ અને નાગવા બીચ પર સ્ટાર કેટેગરીના અદભૂત અને સુવિધાજનક  કે જે રાજકોટના મૂળ વતની એવા પ્રિયંવદન કકકડ ટીમ દ્વારા આગવી સૂઝ બુઝથી વિકસાવેલ રીસોર્ટ ફર્ન નિહાળી દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ દ્વારા મોહફાટ પ્રસંશા કરી ખુલ્લો મુકાયો હતો, સૌરાષ્ટ્ ગુજરાતની પ્રજા માટે એક નજરાણું બની રહશે તેમાં કોઈ શક ન હોવાનું પ્રફુલ્લભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવેલ.

દરિયા કિનારે ખૂબ કુદરતી વાતાવરણમાં અદ્યતન રુમ, સ્વીમીંગ પુલ, આંતરરાષ્ટ્રીય લેવલનું જીમ, સ્ટાન્ડર્ડ રેસ્ટોરન્ટ નિહાળી આ ટેન્ટ રિસોર્ટ લોકોના દિલ જીતી લેશે તેમ જણાવી ટુંક સમયમાં દીવ અને સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સુવિધા માટે સૂચવ્યું હતું. આ રિસોર્ટમાં કુલ ૮૧ ટેન્ટ રૃમ છે,  હવે પ્રારંભ થતાં લોકો અને ખાસ કરી સૌરાષ્ટ્રના લોકોની આતુરતાનો અંત આવ્યાનું જણાવેલ.  પ્રિયવદન કકકડ અને પ્રીતિબેન કકકડ દ્વારા સ્વાગત કરી એડમીનીસ્ટેર પ્રફુલભાઈ પટેલને તમામ માહિતી પૂરી પાડી હતી.

(11:55 am IST)