સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતોમાં કોંગીને સૌથી વધુ બેઠકો રાજકોટ જિલ્લામાં

ભાજપના આંતરકલહ એ કેસરિયા વિજયરથની ગતિ ઘટાડી : રાજકોટ મહાનગરમાં ૭રમાંથી માત્ર ૪ બેઠકો કોંગીને મળી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ૩૬માંથી ૧૧ બેઠકો સાથે કોંગી મજબૂત વિપક્ષ

રાજકોટ, તા. ૬ : જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ ફરી વળ્યો છે. રાજકોટ જિલ્લામાં ભાજપના આંતરિક અસંતોષ અને ઉમેદાવર પસંદગીમાં થાય સહિતના કારણોસર ભાજપને અપેક્ષા મુજબ બેઠકો મળે છે. ૩૦ ટકાથી વધુ બેઠકો મેળવીને કોંગી મજબૂત વિપક્ષ તરીકે ઉપસી છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના રપ સભ્યો ચૂંટાયા છે. કોંગીના ૩ મહિલાઓ અને ૮ પુરૂષો સહિત કુલ ૧૧ સભ્યો ચૂંટાયા છે. સૌરાષ્ટ્રની તમામ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો રાજકોટ જિલ્લા પંચાયતમાં મળી છે. બીજા ક્રમે મોરબી અને દ્વારકા જિલ્લા પંચાયત છે. બાકીના જિલ્લાઓમાં કોંગી એક આંકડે છે. સૌરાષ્ટ્રની કઇ જિલ્લા પંચાયતમાં કોંગીને કેટલી બેઠકો મળી તેની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

જિલ્લા પંચાયત

બેઠક

રાજકોટ

૧૧

જામનગર

૦પ

ભાવનગર

૦૮

સુરેન્દ્રનગર

૦પ

પોરબંદર

૦ર

અમરેલી

૦૬

બોટાદ

૦૧

મોરબી

૧૦

દ્વારકા

૧૦

ગિર સોમનાથ

૦૬

જુનાગઢ

૦૬

(1:35 pm IST)