સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

મેંદરડાના ભાજપના બે ઉમેદવારોની સાકરતુલા

જૂનાગઢ : મેંદરડા ની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં તાજેતરમાં જ જિલ્લા પંચાયત ની બે સીટ પર ભાજપ ના ઉમેદવારો નો ભવ્ય વિજય થયો છે ત્યારે ૨૨ મેંદરડા સીટ પરથી ચૂંટણી લડી રહેલા હરેશભાઈ ઠુંમર બીજી તરફ તાલુકા પંચાયતના ઉમેદવાર સેજલબેન ખૂંટ પણ મેંદરડા ની ત્રણ નંબરની સીટ પર સારા એવા મત સાથે વિજય થયા હોય ત્યારે આ બંને ઉમેદવારોને નો સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ મેંદરડાના ખાખી મઢી રામજી મંદિર ના પટાંગણમાં મહંત સુખ રામદાસ બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ કિલો જેટલી સાકરથી બંને ઉમેદવારોને સાકર તુલા કરવામાં આવી હતી.

(11:50 am IST)