સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th February 2023

વિરમગામ અને માંડલ તાલુકાની આંગણવાડીમાં ગુજરાતી વાનગીઓના રસથાળ રસોઈ શો યોજાયો

આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષની ઉજવણી તેમજ કિશોરી કુશળ અભિયાન તથા વડીલોના સૌજન્યથી વાનગીઓનો રસથાળ મિલેટ જાડા ધાન અને બાજરી રાગીની વાનગીઓનો રસોઈ શો યોજાયો

 
(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : તારીખ 06/02/2023 ના રોજ આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષની ઉજવણી તેમજ કિશોરી કુશળ અભિયાન અંતર્ગત વડીલોના સૌજન્યથી વિસરાતી વાનગીના રસથાળ મુજબ મિલેટ જાડા ધાન તેમજ બાજરી અને રાગિની વાનગી વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત માંડલ ,વિરમગામ ઘટક માં સેજાદીઠ રસોઈ શોનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં માંડલ આં.વા કેન્દ્ર નં:- ૬ પર કરવામાં આવેલ કાર્યક્રમમાં  માંડલના સરપંચ ગમારા લીલાબેન ,ઇન્ચાર્જ સી. ડી.પી.ઓ. મીતાબેન જાની , કન્યાશાળાના આચાર્ય  ભરતભાઈ દરજી ,NNM Bco, Pse ,વૃદ્ધ મહિલા ,કિશોરીઓ અને આં.વા કાર્યકર હેલ્પર બહેનો એ હાજરી આપેલ તેમજ રાગી અને બાજરી માંથી લાઈવ વાનગી બનાવેલ અને ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ દ્વારા વાનગીમાંથી મળતા પૌષ્ટિક તત્વો અને તેનાથી થતા ફાયદાઓ વિશે કિશોરીઓને માહિતગાર કરેલ હતાં.

 

(6:40 pm IST)