ધોરાજીમાં મોટરસાયકલ પાછળ બેસેલ પત્નિ કેનાલમાં પડી
ધોરાજી,તા.૬ : ફરેણી રોડ નજીક આવેલ મેઈન કેનાલ પાસે રજનીકાંત ભાઈ તથા તેમના પત્ની રહે ઠોરાળા જે ઠોરાળા થી જાલણસ ગામે માતાજી ના દર્શન માટે પોતાનુ મોટરસાયકલ લઇ ને જતા હોય
ત્યારે મેઈન કેનાલ પાસે પહોંચતા અજાણ્યો કારચાલક મોટરસાયકલ ને હડફેટે લેતા મોટરસાયકલમાં પાછળ બેઠેલ મહિલા ઉડીને સીધી મેઈન કેનાલમાં પડી અને તેમના પતિએ પોતાના જીવની પરવાહ કર્યા વિના પોતાને પોતાની પત્નીને બચાવવા પોતે પણ કેનાલ મા પડીને પત્નીને બચાવી હતી લગ્ન સમયે જે સાત ફેરા અને સાત વચનોને લઈ ને દંપતી બંધાયા હતા તેનુ આ પતિએ સાર્થક કરી બતાવ્યું પોતાની જીવની પરવાહ કર્યા વિના રજનીકાંત ભાઈ તેમની પત્ની કેનાલમાં પડેલ તેનો જીવ બચાવ્યો હતો
અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયેલ આ અંગે પ્રવિણભાઈ હિરપરા એ આ ઘટના ની જાણ માનવ સેવા યુવક મંડળે ધર્મેન્દ્રભાઈ બાબરીયાને કરાતા ૧૦૮ ને કરતાઇએમટી પરેશ બીટ પાયલોટ ભગીરથસિંહ વાઘેલા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ મા ખસેડાઈ હતી. માનવ સેવાના ધર્મેન્દ્રભાઈ બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી તથા સાગર સોલંકી પણ આ ઘટના ને લઈ ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત મહિલ ને તાત્કાલિક સારવાર મળે તે માટે જહેમત ઉઠાવી હતી