સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th February 2018

મોરબી પોસ્ટ ઓફિસમાં રજી. એડી કાઉન્ટર બંધ રહ્યું

મોરબીની મુખ્ય પોસ્ટઓફિસમાં આમેય દરરોજ ગ્રાહકોની લાંબી ભીડ રહેતી હોય છે અને પોસ્ટઓફિસને લગતા કામકાજ માટે ગ્રાહકોને લાઈનોમાં ઉભા રહ્યા બાદ તેનો વારો આવતો હોય છે.

મુખ્ય પોસ્ટ ઓફિસમાં સવારથી જ રજી.એડી કાઉન્ટર જ બંધ જોવા મળ્યું હતું અને આ અંગે કાઉન્ટરના જવાબદાર કર્મચારીએ સીસ્ટમ ફોલ્ટ હોવાનું જણાવી દીધું હતું જે મામલે પોસ્ટઓફીસના ઇન્ચાર્જ પોસ્ટ માસ્ટર જયેશ જયસ્વાલનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે સીસ્ટમ ફોલ્ટ હોવાથી રજી.એડી કાઉન્ટર બંધ રાખવાની ફરજ પડી હતી અને સીસ્ટમ રીપેર માટે કાર્યવાહી કરવામાં આવી છે જોકે સવારથી બંધ આં કાઉન્ટર બપોરે લંચ બ્રેક બાદ પણ ચાલુ કરી સકાયું ના હતું આ કાઉન્ટર પર રજી.એડી ઉપરાંત સ્પીડ પોસ્ટ સહિતની કામગીરી થતી હોય જે તમામ ગ્રાહકોને લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ કામ થયું ના હતું તો કેટલાય ગ્રાહકોના કામકાજો અટકી પડતા રોષ જોવા મળ્યો હતો. શહેરમાં અગાઉ શકિત પ્લોટ ખાતેની સબ પોસ્ટ ઓફીસ બંધ કરી દેવાઈ છે જે હવે છેક શનાળા નજીક કાર્યરત થઇ છે જે દુર થતી હોય અને મુખ્ય પોસ્ટઓફિસમાં અવારનવાર સીસ્ટમ ફોલ્ટ સર્જાતા હોય જેથી ગ્રાહકોના કામો ટલ્લે ચડે છે તો  વહીવટ ચલાવ્યા કરે છે.

(1:06 pm IST)