ઉનામાં ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીની 'પાસા' તળે ધરપકડ
(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. વિવિધ ગંભીર ગુન્હાના આરોપી રઘુ રવિભાઇ બાંભણીયાની પોલીસે 'પાસા' હેઠળ ધરપકડ કરીને કચ્છ સેન્ટ્રલ જેલમાં મોકલી આપેલ છે.
ગીર સોમનાથ જીલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જીલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે માટે ઉનાના પીઆઇ ગોસ્વામીને સુચના બાદ ઉના શહેરમાં વિવિધ ગંભીર ગુનાઓના આરોપી રઘુ રવિભાઇ બાંભણીયા રહે. ખોડીયારનગર ઉના વાળાની પાસા માટેની દરખાસ્તની ફાઇલ તૈયાર કરેલ અને જીલ્લા પોલીસ વડાને મોકલતા તેમાંયે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને અભિપ્રાય આપતા જીલ્લા કલેકટરે રઘુ રવિભાઇનું 'પાસા'નું વોરન્ટ ઇસ્યુ કરી પોલીસને સોંપતા પોલીસે રઘુ રવિભાઇ બાંભણીયાને 'પાસા' હેઠળ અટકાયત કરી કચ્છ સેન્ટ્રલ જેલમાં મોકલી આપેલ છે. અત્યાર સુધીમાં ઉના પોલીસે ચાર આરોપી સામે 'પાસા' અને એકને જીલ્લા હદપારના પગલા લેતા કડક કાર્યવાહી કરી હતી.