સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા વિજયાદશમી નિમિતે શસ્ત્રપૂજન, તલવારબાજી સ્પર્ધા અને શ્રી ક્ષત્રીય યુવા સંગઠન દ્રારા ભવ્ય રેલી

ગોંડલ તા.૫

શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ ગોંડલ દ્રારા વિજયાદશમી નિમિતે શસ્ત્રપૂજન, તલવારબાજી સ્પર્ધા અને શ્રી ક્ષત્રીય યુવા સંગઠન દ્રારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

      વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ ગોંડલ દ્રારા વિજયાદશમી નિમિતે શસ્ત્રપૂજન રાજપૂત સમાજ ભવન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં  મહારાજા હિમાંશુસિંહજી , રાજકુમાર જ્યોતિર્મયસિંહજી ઓફ હવા મહેલ ખાસ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.તેમજ સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ - ગોંડલના ટ્રસ્ટીઓ, શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ - ગોંડલ અને શ્રી ક્ષત્રિય યુવા સંગઠન - ગોંડલના હોદ્દેદારો અને કારોબારી સભ્યો, વડીલો, યુવાનો પણ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા.

        તેમજ શસ્ત્રપૂજન બાદ શ્રી ક્ષત્રીય યુવા સંગઠન દ્રારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. રેલીના સ્વરૂપમાં યોજેલ શોભાયાત્રામાં યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, પૂર્વ કરોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા જોડાયા હતા.આ રેલી રાજપૂત સમાજ ભવન ગોંડલથી પ્રસ્થાન કરી શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઇ હતી. તેમજ હવામહેલ ખાતે તલવારબાજી સ્પર્ધા અને તલવાર રાસ યોજાયો હતો જેમાં ભાગ લેનાર સ્પર્ધકોને હવા મહેલ રાજવી પરિવાર દ્રારા પ્રોત્સાહિત કરેલ. આ રેલી માઁ આશાપુરા મંદિરે પૂર્ણ થઈ હતી.

 સફળ બનાવવા શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ - ગોંડલના કારોબારી સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.(તસ્વીર - અહેવાલ :ભાવેશ ભોજાણી - ગોંડલ)

(2:55 pm IST)