સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝૂંબેશ પાંચમે‘દિ યથાવત

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેની આગેવાનીમાં ‘‘અોપરેશન’’માં ૬ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. પ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા ખાતે જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેની આગેવાનીમાં ગત શનિવારથી શરૂ થયેલી દબાણ હટાવોની કામગીરી આજે પાંચમાં દિવસે પણ અવિરત ચાલુ રહી છે.

ગઇકાલે જિ.પો.વડા નીતેશકુમાર પાંડે સાથે જિલ્લા કલેકટરશ્રી ઍમ.ઍ.પંડયા તથા આઇ.જી.સંદીપ સીંઘ પણ જાડાયા હતા તથા ઍસ.ડી.ઍમ. ખંભાળિયા પાર્થ કોટડીયા, દ્વારકાના પાર્થ તલસાણીયા, ડી. વાય.ઍસ.પી.સમીર સારડા તથા અોખા ચીફ અોફીસર અમિત પંડયા તથા દ્વારકા મામલતદાર વરૂ વિ. જાડાયા હતા.

ગઇકાલે જિલ્લા કલેકટરશ્રી ઍમ.ઍ. પંડયાઍ પણ મુલાકાત લઇને રેવન્યુ અધિકારીઅોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું તથા રાષ્ટ્રીય સુરક્ષાના સંઘર્ષમાં આ કામગીરી સ્ટાફ દ્વારા ખુબજ સારી રીતે થતી હોવાનો સંતોષ પણ વ્યકત કર્યો હતો.

ગઇકાલે પણ ખુદ જિલ્લા પોલીસ વડા શ્રી નીતેશકુમાર પાંડેઍ બેટ-દ્વારકાના લોકોને જીવન જરૂરીયાતની ચીજા કોઇ પોતાની પરેશાની વગર મળતી રહે તે માટેની વ્યવસ્થાની જાતે ચકાસણી કરી હતી તથા લોકોને પુછપરછ કરીને જાણકારી પણ મેળવી હતી.

બેટ દ્વારકામાં ગત શનિવારથી શરૂ થયેલા મોટા ડિમોલેશન અોપરેશનમાં ચાર દિવસમાં કુલ ૧ લાખ ૩પ હજાર ફુટ જેટલી જગ્યાઅો ખુલ્લી કરવામાં આવી છે તથા ૭પ જેટલા બાંધકામો દુર કરવામા઼ આવ્યા છે જેની બજાર કિંમત છ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

ગઇકાલે પણ પોલીસ તથા ઍસ.આર.પી.ના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી તથા ડીમોલીશન હથીયારધારી જવાનો સાથે રાખવામાં આવ્યા છે.

(1:49 pm IST)