સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પોતાની સુરક્ષા માટે તૈનાત જવાનો સાથે સીએમ બંગલા પર શસ્ત્ર પૂજન કર્યું

નરેન્દ્રભાઈની પરંપરા જાળવી રાખી એસીપી સિકયોરિટી ચિંતન તેરૈયા ટીમ દ્વારા અનેરૃં આયોજન થયું

રાજકોટઃ  વિજયાદશમીના પવિત્ર અને પાવન પ્રસંગે શસ્ત્ર પૂજનનું અનેરૃ મહત્વ હોવાથી વડાપ્રધાનશ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રીપદે હતા ત્યારે પોતાના બંગલા પર પોતાના સુરક્ષા જવાનો અને અધિકારીઓ સાથે શસ્ત્ર પૂજન કરતા, આવી ઉમદા પરંપરા નરેન્દ્રભાઇ બાદ ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ ચાલુ રાખી એક અનેરું ઉદાહરણ પુરૃં પાડ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાની સુરક્ષા કરતા જવાનો અને અધિકારીઓ સાથે વૈદિક મંત્રોચાર સાથે પૂજન કર્યું ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા હતા, શસ્ત્ર પૂજન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવા સાથે રાષ્ટ્ર અને રાજ્યની તથા લોકોના જાન માલની સુરક્ષા જાનના જોખમે સાંભળતા પોલીસ દળની કર્તવ્ય પરાયણતાને બિરદાવી હતી.             

સી.એમ. સિકયોરિટીના એસપી ચિંતન તૈરેયા દ્વારા મુખ્ય મંત્રીનું સ્વાગત કરવા સાથે સુંદર આયોજન ગોઠવવામાં આવેલ.(

(1:14 pm IST)