સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

અમરેલી પોલીસ હેડકવાર્ટસમાં નવરાત્રી

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડકવાર્ટર અમરેલી ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી-૨૦૨૨માં મુખ્ય ગાયક કલાકારોમાં પુનમબેન ગોંડલીયા, આશીષભાઇ હરીયાણી અને સંજયભાઈ બારોટની ઉપસ્થિતિમાં ગરબા રમવામાં આવે છે. આ ઉપરાંત લોકસાહિત્યકાર રાજભા ગઢવી હાસ્ય કલાકાર માયાભાઇ આહિર તથા લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ પધારેલ હતા. તેઓની સાથે સુમધુર સંગીતના તાલે ખેલૈયાઓ દ્વારા દાંડિયારાસની રમઝટ બોલાવી નવરાત્રીનો ભરપુર આનંદ માણવામાં આવેલ.

(1:14 pm IST)