મોરબી : ચૂંટણી પૂર્વે બદલીનો દૌર શરૃ : પાલિકાના ચીફ ઓફિસરની હળવદ પાલિકામાં બદલી
(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૫ : વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૯ માસથી પોલીસ બેડામાં ભ્લ્ત્ અને ભ્ત્ની બદલી કર્યા બાદ હવે મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ચૂંટણી સંદર્ભે આનુષંગિક કામગીરીને ધ્યાને લઈને અધિકારીઓની બદલીની શરૃઆત દશેરાની અગ્લી રાતથી જ થઈ ગઈ છે. જ્યાં મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસરની હળવદ પાલિકામાં બદલી કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાતની વનગર પાલિકાઓમાં ફરજ બજાવતા કુલ ૨૦ ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે મોરબી જિલ્લાની નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા ની હળવદ નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવી છે જોકે તેમના સ્થાને હજુ મોરબી નગરપાલિકામાં નવા કોઈ ચીફ ઓફિસરને નિમણૂક થઈ નથી ત્યારે જોવાનું રહેશે કે નવા ચીફ ઓફિસર તરીકે મોરબી જિલ્લામાં કયા અધિકારીની નિમણૂક થાય છે.
મોરબી પાલિકામાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા કડક અધિકારી તરીકેની પોતાની છબી ઉભી કરી હતી તો પાલિકાના આળસુ કર્મચારીઓ સામે પણ લાલ આંખ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.