સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

ઉના તાલુકામાં ગુજરાતી સંસ્‍કૃતિ અને પરંપરા જાળવી રાખતુ ગાયત્રી ગરબી મંડળ

ઉના તા.૪: ઉના તાલુકાના ગાયત્રી ગરબી મંડળએ ગુજરાતી સંસ્‍કૃતિ અને પરંપરાનો રિવાજ આજના યુગમાં યથાવત જાળવી રાખેલ છે. અને જિલ્‍લામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યુ છે.
ગીરસોમનાથ જિલ્‍લામાં ગાયત્રી ગરબી મંડળ-ઉના દ્વારા ગુજરાતી સંસ્‍કૃતિનું જાળવણી કરી ગુજરાતી સંસ્‍કૃતિ પુરસ્‍કાર-૨૦૨૨માં પસંદગી પામેલ છે. જેમાં પુરસ્‍કાર જિલ્લા જીલ્‍લા કો.કન્‍વીનર બચુભાઇ ચુડાસમા અને વિજયભાઇ મેર, સ્‍ટેટ એકિઝકયુટિવ કમિટી ગુજરાત પ્રદેશ/ ગીર સોમનાથનાં પ્રભારી પ્રજ્ઞેશ રાવલ, તથા વિશ્વ ગુજરાતી સમાજમાં ગીર સોમનાથ જિલ્‍લામાંથી પ્રતિનિધિત્‍વ કરનાર નવયુવાન કો.કન્‍વીનર ધ્રુવ રમેશભાઇ દીક્ષિત દ્વારા ગાયત્રી ગરબી મંડળ પ્રમુખ અશ્વિન રાજુભાઇ ડાભી અને ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્‍ટનાં હોદેદારોની નોંધ લેવામાં આવી એવોર્ડ આપવામાં આવ્‍યો હતો.
ગાયત્રી મંદિરના ટ્રસ્‍ટી એવા શ્રીરાજુભાઇ ડાભી દ્વારા સતત ૨૮ વર્ષથી મંદિર પ્રાચીન ગરબી માટે યુવાનોને પ્રેરક અને માર્ગદર્શન પુરૂ પાડતા રહ્યા છે. ગૃહમંત્રી અમિતભાઇ શાહ, સ્‍વ.ધીરુભાઇ અંબાણી, વિશ્વ ગુજરાતી સમાજ-યુથ વિંગના સભ્‍યો છે. અને મુખ્‍ય સર્વર્ધક મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રમુખ વિશ્વ ગુજરાતી સમાજ સી.કે.પટેલ કન્‍વીનર યુથ વીંગ પૌરસભાઇ પટેલ છે.

 

(11:59 am IST)