સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

વાંકાનેરમાં પર્યાવરણ પ્રેમી સદ્‌ગત મહારાણા રાજસાહેબ ડો.દિગ્‍વિજયસિંહજી ઝાલાની યાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

વાંકાનેર : વાંકાનેર શહેરના રાજ પરિવારના સદ્‌ગત મહારાણા સ્‍વ. ડો.દિગ્‍વિજયસિંહજી ઝાલા (પૂર્વ કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રી)ની યાદમાં વાંકાનેરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગઇ કાલે રવિવારના રોજ યોજાયો હતો. રાજપરિવારના મહારાણા શ્રી કેશરીદેવસિંહજી દિગ્‍વિજયસિંહજી ઝાલાની આગેવાનીમાં સંતો, મહંતો, ફોરેસ્‍ટ ઓફિસરો તથા પર્યાવરણ સાથે જોડાયેલ આમંત્રીતો તેમજ વિવિધ સંસ્‍થાઓના આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના શહેર તથા શહેર તથા તાલુકા ભા.જ.પના હોદેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. ગત વર્ષ રાજસાહેબ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ ૨૫,૦૦૦  વૃક્ષો વાવવાનો સંકલ્‍પ લીધો હતો. તેના બદલે કુલ ૪૬,૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ સમગ્ર તાલુકામાં કરેલ. તેમાં સૌથી વધુ વાંકાનેર ફોરેસ્‍ટ વિભાગનો સહયોગ મળેલ છે. તથા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી વ્‍યકતીઓએ પ્રસંગ અનુરૂપ ટીસ્‍યુ કલ્‍ચર સાગના કિંમંતી છોડ (રોપા) સન્‍માન ભેટ સ્‍વરૂપે અર્પણ કરેલ હતા. આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભા.જ.પના વિવિધ હોદેદારો તથા આમંત્રીત મહેમાનો તથા સંતો-મહંતો વન વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ઉપરોકત કાર્યક્રમને દિપાવેલ હતો. કાર્યક્રમના અંતમાં મહારાણા રાજવી કેસરીદેવસિંહજી ઝાલાએ ઉપસ્‍થિત સૌને આભાર વ્‍યકત કરેલ હતો. (તસ્‍વીર-અહેવાલ :લિતેશ ચંદારાણા -વાંકાનેર)

 

(10:50 am IST)