સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

ગોંડલમાં ભૂગર્ભના ઢાંકણાની પરિસ્‍થિતિ એક સાંધે ત્‍યાં તેર તૂટે જેવી થઇ

જેતપુર રોડ પર ભારે વાહનોની અવરજવર રહેતી હોય મોટાભાગના ઢાંકણા ભાંગી તૂટી ગયા : રાહદારીઓ પર મંડરાતુ જોખમ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૫ :ᅠગોંડલના સ્‍વપ્‍નદ્રષ્ટાᅠ મહારાજા ભગવતસિંહજીની નગરરચના, ભૂગર્ભ ગટર અને અંડર ગ્રાઉન્‍ડ લાઈટ આજે પણ વિશ્વ વિખ્‍યાત છે. પરંતુᅠ ભવ્‍ય ભુતકાળનેᅠ ઝાંખપᅠ લાગેᅠ તેમ ગોંડલમાં આશરે ત્રણથી ચાર વર્ષે પહેલા નવી નાખવામાં આવેલ ભૂગર્ભ ગટરના કારણે લોકોને વારંવાર યાતનાનો સામનો કરવો પડી રહ્યો હોય ખાસ કરીને ચોમાસાᅠ દરમિયાન ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ વારંવાર તૂટી જતા હોય તંત્રની હાલત એક સાંધે ત્‍યાં તેર તૂટે જેવી થવા પામી છે. બીજી બાજુ રાહદારીઓ વારંવાર અકસ્‍માતનો ભોગ બની રહ્યા છે.

શહેરની મધ્‍યમાંથી પસાર થતો હાઇવે કેટેગરીનો જેતપુર રોડ ભૂગર્ભ ગટર નખાયા બાદ આર સીસી સિમેન્‍ટથી મઢી આપવામાં આવ્‍યો છે. પરંતુ અતી નબળા કામને કારણે વારંવાર રોડ તૂટી જતો હોય અને તેમાં નગરપાલિકા તંત્ર દ્વારા અવાર નવાર થીગડા મારવામાં આવતા હોવા છતાં પણ તે કારગર નીવડતા ના હોય અને વધુ મા રોડ પરના ભૂગર્ભ ગટરના ઢાંકણા છાશ વારે તૂટી જતા હોય વાહન ચાલકો અને લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો ઇચ્‍છી રહ્યા છે કે ભૂગર્ભ ગટરના ઢાંકણા સારી અને ગુણવત્તા યુક્‍ત કોલેટીનાᅠ કોન્‍ટ્રાક્‍ટરોએ ફીટ કરવા જોઈએ અન્‍યથા પાલિકા તંત્ર એ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

એ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ચાર વર્ષમાં શહેરમાં એક કે બે ઇંચ વરસાદ પડે તો પણ જેતપુર રોડ પર નદીના પૂર સમાન પાણી વહી જતા હોય છે અને તેવામાં ભારે વાહન પસાર થાય તો ભુગર્ભ ગટરના ઢાંકણાઓ કચકડા ની માફક તૂટી જઈ રહ્યા છે. શહેરની મોટી મોટી સોસાયટીઓના મુખ્‍ય માર્ગમાં પણ આવીજ પરિસ્‍થિતિ ઉદભવી રહી છે. મુખ્‍ય રાજમાર્ગોની હાલત પણ નદીના પુર જેવીᅠ બને છે.સમય પહેલા મોવિયા રોડ ઉપર ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે અકસ્‍માતમાં એક વૃદ્ધનું મોત નિપજયુ હતુ ફરી કોઈ અકસ્‍માતની ઘટના ના બને તે માટે તંત્રએ ગંભીરતા દાખવી કાર્યવાહી કરવી જરૂરી બની છે.

(10:44 am IST)