સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

મોરબીઃ નગરપાલિકા ચુંટણીના પરિણામની જવાબદારી સ્વીકારી રામજી રબારીનું રાજીનામું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૫ :  શહેર કોંગ્રેસ  પ્રમુખ રામજીભાઈ રબારીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેઓએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાને લેખિતમાં જાણ કરી હોવાની માહિતી મળી છે

   શહેર કોંગ્રેસ પ્રમુખ રામજી રૂપાભાઇ રબારી આપેલ રાજીનામામાં જણાવ્યું છે કે તેઓ મોરબી શહેર કોંગ્રેસ -મુખ પદેથી રાજીનામું આપે છે. તેઓએ વિનતી કરી કે તેમને તાત્કાલિક આ જવાબદારીમાંથી મુકિત આપવામાં આવે. મોરબી નગરપાલિકાની ચૂંટણીના પરિણામની નૈતિક જવાબદારી તેમની છે. જેને લઇને તેમને આ રાજીનામું આપ્યું છે.મોરબી શહેર પ્રમુખના કાર્યકાળ દરમ્યાન તેમને જે કોંગ્રેસ કાર્યકર્તા, આગેવાનો, શુભેચ્છકોએ સાથ સહકાર આપેલ છે, તે તમામનો આભાર માન્યો છે.

 આ રાજીનામું આપવાનો નિર્ણય તેમનો સ્વતંત્ર નિર્ણય છે. કોંગ્રેસ પક્ષની વિચાર ધારા સાથે તેઓ જોડાયેલો છે અને ભવિષ્યમાં પણ પ્રજાના કામ કરવામાં સતત સક્રિય રહેશે તેવું રામજીભાઈ રબારીએ જણાવ્યું હતું.

(1:15 pm IST)