સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

ગોંડલમાં હવા મહેલમાં રાજવી પરિવાર દ્વારા માતાજીની આરાધના

ગોંડલઃ ગોંડલ હવા મહેલ રાજવી પરિવાર ના આંગણે છેલ્લા ૫૫ વર્ષથી પરંપરાગત રીતે છઠા નોરતા નિમિતે હવા મહેલના પટાંગણમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. જેમાં રાજકોટ રાજવી પરિવાર, જસદણ રાજવી પરિવાર, વીરપુર રાજ પરિવાર, ગોંડલ ધારાસભ્ય, સાંસદ સભ્યના ધર્મ પત્ની, તેમજ ગોંડલ રાજપૂત મહિલા મંડળ, ભગિની સેવા ફાઉન્ડેશન રાજકોટ, ઇનર વિહિલ કલબ, રાજકુંવરબા ફ્રેન્ડસ કલબ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી માતાજી ની આરાધના કરી હતી. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:45 pm IST)