સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

ધ્રોલના કૈલાસધામમાં છાણા-લાકડાનો જથ્‍થો ખાલી થઇ ગયોઃ સફાઇનો પણ અભાવ

ધ્રોલ તા.૪ : અત્રેના કૈલાસધામ ખાતે મૃતકોની અંતિમવિધિની કામગીરીની જવાબદારીનું વહન કરે છે. પરંતુ છેલ્લા વીસ દિવસોથી અંતિમ વિધિ કરવા માટે જરૂરી છાણા તથા લાકડાનો જથ્‍થો ખાલી થઇ ગયેલ છે. ત્‍યારે આ સ્‍થિતિમાં ત્રણેક જેટલા મૃતદેહો અંતિમવિધી માટે આવેલત્‍યારે આ સ્‍મશાનમાં છાણા અનેલાકડાનો સ્‍ટોક ન હોવાના કારણે આ પરિસ્‍થિતિમાં મૃતદેહના અંતિમ સંસ્‍કાર કરવા માટે શહેરમાંથી છાણા તથા લાકડાની વ્‍યવસ્‍થા કરવાની ફરજ પડેલ.

નગરપાલિકા તરફથી આ કૈલાસધામ માટે ચારેક જેટલા કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ. ત્‍યારે આ કર્મચારીઓ દ્વારા આ પરિસ્‍થિતિ સર્જાયલ હોવાની જાણકારી નગરપાલિકાના સતાધીશોને આપેલ છે કે નહી તે તપાસનો વિષય છે.

આ સ્‍મશાન ગૃહની સ્‍થાનિક આગેવાનોએ મુલાકાત લીધી ત્‍યારે સ્‍મશાનમાં પંદર દિવસથી એક કુતર્ર મૃત પામેલ અને તે સડી ગયેલ હોયને ભયંકર દુગૃધ આવતી હતી. તેમજ ઠેર ઠેર ગંદકીના થર જામેલ જોવા મળેલ હતા. ધ્રોલની ભાજપ શાસીત આ નગરપાલિકામાં તાજેતરમાં બે વર્ષનીઅંદર લાગતા વળગતાઓના સગા સંબંધીઓના પંદર જેટલા લોકો નગરપાલિકામાં  રાખવામાં આવેલ. પરંતુ આ લોકોને કયા વિભાગમાં કઇ કામગીરી સોંપામાં આવેલ છે તે નગરપાલિકાના વહીવટી સ્‍ટાફને પણ જાણકારી ન હોવાનું જાણવા મળેલ છે. ત્‍યારે આ નગરપાલિકાનોવહીવટ કહેવાતીકહેવત મુજબ ટકે શેર ભાજી ટકે શેર ખાજા તેવો ચાલીરહેલ હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામેલ છે.

ધ્રોલ શહેરના આ કૈલાસધામ ખાતે જરૂરી સવલતો તાકીદે પુરી પાડવામાં આવે તેમજ જે કર્મચારીઓની જવાબદારી છે. તેઓ તરફથી સાફ સફાઇની કોઇ જકામગીરીઓ કરવામાં આવતી નથી. તે બાબતે નિયમ મુજબ યોગ્‍ય કાર્યવાહી કરવી જોઇએ તેવી નાગરીકોની માંગણી છે.

(1:41 pm IST)