સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th April 2022

જલારામ મંદિર કેશોદ દ્વારા ૨૬૫ નેત્ર નિદાન કેમ્‍પમાં પંદર હજાર દર્દીઓને નવી દષ્‍ટિ મળી

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ  જલારામ મંદિર કેશોદ દ્વારા રણછોડદાસજી હોસ્‍પિટલ રાજકોટના સહકારથી દર માસના પહેલા અને ત્રીજા રવિવારે યોજાતા નેત્ર નિદાન કેમ્‍પ, સાંધા સ્‍નાયુંના દુઃખાવાનો કેમ્‍પ તેમજ હોમિયોપથી અને ડાયાબિટીસ ચેક અપ કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. અત્‍યાર સુધીમાં ૨૬૫ નેત્ર નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતુ.ᅠ જેમાં આશરે ૧૫ હજાર જેટલા દર્દીઓનાં સફળ ઓપરેશન દ્વારા નવી દષ્ટિ મળેલ છે. દિનેશભાઈ કાનાબારના જણાવ્‍યા મુજબ આંખના ડો.ધડુક ધ્‍વારા મોતિયાના ૧૮૦ જેટલા દર્દીને તપાસી ૪૯ દર્દીઓ ને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ હોસ્‍પિટલ મોકલવામાં આવ્‍યા હતા. કેમ્‍પની શરૂઆતમાં રમેશભાઇ દયાશંકર જોશી , મંદિર ના પ્રમુખ રમેશભાઇᅠ , મહાવીર સિંહ જાડેજા, ભારત ભાઇ કક્કડ દિનેશભાઈ કાનાબાર , ધડુક, ડો. સ્‍નેહલ તન્ના દ્વારા દિપ પ્રાગટય કરવા માં આવેલ. આᅠ કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં દર્દીઓએ નિદાન કરાવેલ જેમાં મોતિયાના દર્દીઓᅠ ઉપરાંત હોમિયોપથી કેમ્‍પમાંᅠ ડાયાબિટીસના ૯૩ દર્દીને તપાસેલ, સાંધાના દુઃખાવાના ડોક્‍ટર ઉમેશ ભટ્ટ દ્વારા તપાસવામાં આવેલ સમગ્ર કેમ્‍પના ભોજન દાતા રમેશભાઇ દયાશંકર જોશી પરિવાર કેશોદᅠ રહ્યા હતાં

(1:06 pm IST)