ટંકારાના ભૂતકોટડા ગામે ટ્રેકટર હડફેટે ૫ વર્ષના બાળકનું મોત
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૪ : ટંકારાના ભુતકોટડા ગામે અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે, જયાં પુરપાટ વેગે આવતા ટ્રેક્ટર ચાલકે ૫ વર્ષના બાળકને કચડી નાખતા બાળક કાળનો કોળિયો બની ગયું હતું. હાલ દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ છવાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભુતકોટડા ગમે ખેતી કરતા ધર્મેંદ્રભાઈ જાદવજીભાઈ ઢેઢીનો ૫ વર્ષીય પુત્ર ઘર ઘર નજીક સાઇકલ ચલાવતો હતો એ સમયે ᅠઆરોપી પરબતભાઈ ઓધવજિભાઈ ભાગીયાએપોતાના હવાલાવાળુ એચ.એમ.ટી.ટ્રેક્ટર ટ્રોલી સહિત પુર ઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્ય ની ઝીદગી જોખમાય તે રીતે રીવર્સમાં લેતા ૫ વર્ષનું બાળક કાળનો કોળિયો બની ગયું હતું.હાલ ટંકારા પોલીસે ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.