સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

મોરબી : જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત પસંદગી માટે ૭મી ફેબ્રુઆરીએ હાઈટ-હન્ટનું આયોજન.

મોરબી : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરત, ગાંધીનગર દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર-૧૪ વયજુથના ખેલાડી અટલે કે તા. ૦૧/૦૧ / ૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૩માં ૧૧ થી ૧૪ વર્ષના ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં (૧) ૧૧ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૦ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઊંચાઇ ૧૫૫ સેન્ટિમીટરથી વધુ, (૨) ૧૨ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૮ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઊંચાઇ ૧૬૩ સેન્ટિમીટરથી વધુ, (૩) ૧૩ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૩ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઊંચાઇ ૧૬૬ સેન્ટિમીટરથી વધુ,(૪) ૧૪ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૯ સેન્ટિમીટરથી વધુ અને બહેનોની ઊંચાઇ ૧૭૧ સેન્ટિમીટરથી વધુ મુજબ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા. ૦૭-૦૨-૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ધુનડા રોડ ખાતે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.
આ હાઈટ-હન્ટમાં ભાગ લેવા ઇચ્છતા ભાઈઓ-બહેનોએ ઓરીજનલ આધારકાર્ડ, બોનાફાઇટ અને જન્મ તારીખનો દાખલો સાથે રાખવાનો રહેશે. વધુ વિગતો માટે મો. ૭૩૫૯૦૪૦૭૦૭ પર સંપર્ક કરવા જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(12:29 am IST)