સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

કેશોદમાં ગરમ દૂધના તપેલામાં પડી જતા ૩ વર્ષની જીલ જોષીનું મોત

જૂનાગઢ તા. ૪ : કેશોદમાં ગરમ દુધના તપેલામાં પડી જતાં જીલ નામની માસુમ બાળકીનું કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કેશોદના મહેશનગરમાં રહેતા બ્રાહ્મણ જીજ્ઞેશભાઇ ગુરૂપ્રસાદ જોષીની ૩ વર્ષની પુત્રી ગઇકાલે રમતી હતી ત્યારે રમતા-રમતા પાછળ પગલે ચાલતા ગરમ દુધ ભરેલા તપેલામાં ખાબકી હતી. જેના કારણે જીલ ગંભીર રીતે દાઝી ગઇ હતી. આ બાળકીને વિશેષ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ. રાત્રે સારવાર દરમિયાન જીલનું મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:25 am IST)