સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

મુખ્ય દ્વારકાધીશ અને પરિસરના ૨૦ મંદિરોમાં કુનવારો ઉત્સવ દર્શનઃ એકસાથે તમામ મંદિરોમાં ભોગની કાલે ઐતિહાસિક નોંધ

દ્વારકા તા.૪: દ્વારકાધામના ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકાધીશ મંદિરમાં એક સાથે પરિસરના તમામ મંદિરોમાં કુનવારો ભોગ તથા દ્વારકાધીશજીના ચરણમાં કુનવારા મનોરથ અને મંદિર શિખર ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ મુળ દ્વારકાના હાલ મુંબઇ સ્થિત તન્ના પરિવાર દ્વારા યોજનારો છે. જેના માટેની તમામ તૈયારીઓ પુજારી પરિવાર ત્થા શારદાપીઠના પુંજારી પરિવાર કરી રહ્યા છે.

દ્વારકાધીશ મંદિરમાં અનેક વખત જુદા-જુદા મનોરથ ક્રમનુસાર થતા રહેતા હોય પરંતુ દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણના પરિવાર મંદિરમાં યોજાનાર કુનવારા ભોગના દર્શનનું આયોજનએ નોંધનીય બાબતે છે.

શારદાપીઠના નેજ હેઠળ મંદિર પરિસરમાં આવેલા અષ્ટ પટરાણીના મંદિરો લક્ષ્મીજી, રાધીકાજી, સરસ્વતીજી, સત્યભામા, જાંબુવતીજી, રાધાકૃષ્ણ, તથા લક્ષ્મી નારાયણ, પ્રિકમરાયજી, માધવરાયજી, અને અન્ય મંદિરોમાં પ્રધ્યુમનજી, ગાયત્રીમાતાજી, અંબીકાજી, દુરેશ્વર મહાદેવ, પુરષોતમ રાયજી, દુર્વાસામુની સહિતના વીસ જેટલા મંદિરોમાં કુંનવારા ભોગના દર્શન ભાવિકો માટે સવારે સાડા દશ વાગ્યાથી રાજભોગ દર્શન સુધી ખુલ્લા રહેશે.

ઉપરોકત ઉત્સવની સાથો સાથ દ્વારકાધીશ જગત મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજા રોહણનો કાર્યક્રમ પણ યોજાયો છે.

બેટ દ્વારકામાં પણ તન્ના પવિારના યજમાન પદે ઉત્સવ દ્વારકાના મંદિરોમાં તન્ના પરિવાના યજમાન તાપ-જાન્યુઆરીના ઉત્સવ થનાર છે ત્યારે બેટ દ્વારકામાં પણ તા.૪ જાન્યુઆરીના દિને મંદિરમાં નૂતન ધ્વજા-રોહણ, કુવારા ભોગ તથા સમગ્ર બેટ દ્વારકાવાસીઓનું સમુહ ભોજન અને યાત્રીકો માટે ભોજન પ્રસાદનું આયોજન થયુ છે.

(11:17 am IST)