સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

વિજયભાઈ રૂપાણીની મુલાકાતે ધોરાજીના ચંદુભાઈ દેશપ્રેમી

ધોરાજી, તા. ૪ :. ધોરાજી ખાતે અઢી દાયકા પૂર્વ પાણીના પ્રશ્ને લડત આપનારા ચંદુભાઈ વઘાસીયા (દેશપ્રેમી)એ ધોરાજી શહેરમા પીવાના પાણીની સમસ્યાઓને એ સમયે વાચાઓ આપી પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવી અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો જેવા કે સિંચાઈ માટે પુરતા પાણી અને પીવાના પાણી સહિતની સુવિધાઓ જેવી કે ગુજરાતના તમામ ડેમો પ્રભુની કૃપાથી પાણીથી ભરાઈ અને આવનારા સમયમાં ડેમોનું પાણી સિંચાઈ માટે આપવાની જાહેરાત કરેલ છે. જેનો અમલ તાત્કાલીક થાય એ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ગુજરાતના તમામ ખેડૂતો પાણીની વ્યવસ્થા થાય અને નર્મદાના નીર ઘેર ઘેર પહોંચતા કરાવો જેથી ગુજરાતના ખેડૂતો ધાર્યુ ઉત્પાદન લાવી શકે અને મહેનતુ ગુજરાતનો ખેડૂત વધુ ઉપજ લાવી વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરશે એવી તાકાત ગુજરાતના ખેડૂતોમાં છે.

આ તકે ખેડૂત નેતા ચંદુભાઈ વઘાસીયા (દેશપ્રેમી) એ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના યુવા પુત્ર જયેશભાઈ રાદડીયાને મંત્રી પદ મળતા તેઓને  પણ શુભેચ્છા  આપી  હતી.

(11:16 am IST)