સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

ગોંડલમાં ૧૨૦ તબીબો હડતાલમાં જોડાયા

ગોંડલ તા. ૩ : ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગોંડલ શાખા દ્વારા પ્રમુખ ડો. પિયુષ સુખવાલા સેક્રેટરી મિલન મિલ્લે ની આગેવાનીમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા રજૂ કરાયેલ ખરડાનો વિરોધ કરી સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા અને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવી ખરડાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાને તબિયત નાદુરસ્ત હોય તેમના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી અને જગદીશભાઈ સાટોડિયા દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું જે તાકીદે દિલ્હી ખાતે કેન્દ્ર સરકારને પહોંચાડવામાં આવશે તેવું જણાવ્યું હતું.

 તબીબો દ્વારા સજ્જડ બંધ રખાતા ખાનગી હોસ્પિટલોમાં ઓ.પી.ડી બંધ રહેવા પામી હતી. જયારે ઇમર્જન્સી સેવા આપવામાં આવી હતી ઓપીડી બંધ હોય ઘણા દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સરકારી દવાખાના ખાતે ભારે ભીડ જોવા મળી હતી.

(11:28 am IST)